ઈરાન અને હિઝબુલ્લાહ બાદ યુદ્ધમાં યમનની પણ એન્ટ્રી! ઇઝરાયલ પર ચોતરફી હુમલા શરૂ
March 28, 2026
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું સૈન્ય સંઘર્ષ હવે ખતરનાક રીતે વકરી રહ્યો છે. આ જંગમાં હવે યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓની એન્ટ્રી થઈ છે. શનિવારે વહેલી સવારે હૂતીઓએ દક્ષિણ ઇઝરાયલને નિશાન બનાવીને બેલેસ્ટિક મિસાઈલ હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર ઇઝરાયલમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ઇઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, યમનથી છોડાયેલી મિસાઈલને કારણે દક્ષિણ ઇઝરાયલના બીરશેબા (Beer Sheba) શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર સાયરન વાગવા લાગ્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે ઇઝરાયલનું મુખ્ય પરમાણુ અનુસંધાન કેન્દ્ર (Nuclear Research Center) પણ આ વિસ્તારની નજીક આવેલું છે, જેને કારણે પરમાણુ સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે.
વર્તમાન સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધી હૂતીઓ મુખ્યત્ત્વે રાતા સમુદ્રમાં જહાજોને નિશાન બનાવતા હતા, પરંતુ ઇઝરાયલની જમીન પર સીધો બેલેસ્ટિક મિસાઈલ હુમલો કરવાની આ પ્રથમ ઘટના છે. ઇઝરાયલી સેના (IDF) એ પુષ્ટિ કરી છે કે તેઓએ યમનથી આવી રહેલી મિસાઈલની ઓળખ કરી લીધી છે અને તેને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી
'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહી...
Jun 17, 2026
લેબનોનમાંથી ઇઝરાયેલની સેના હટશે પછી જ શાંતિ કરાર પૂરો થશે: ઇરાન
લેબનોનમાંથી ઇઝરાયેલની સેના હટશે પછી જ શા...
Jun 17, 2026
ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો કડાકો; ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા
ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો ક...
Jun 17, 2026
ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું, ભારત સામે મોટું સંકટ
ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડે...
Jun 17, 2026
'ઈઝરાયલ કરતાં સિરિયા વધુ સારી રીતે લડી શકે છે...', ટ્રમ્પે ફરી નેતન્યાહૂ પર કાઢી ભડાસ
'ઈઝરાયલ કરતાં સિરિયા વધુ સારી રીતે લડી શ...
Jun 16, 2026
એરપોર્ટ પર ઉભેલા પરિવારોની નજર સામે જ પ્લેન ક્રેશ! 11 સ્કાય ડાઈવર્સ સહિત 12ના મોત
એરપોર્ટ પર ઉભેલા પરિવારોની નજર સામે જ પ્...
Jun 16, 2026
Trending NEWS
17 June, 2026
17 June, 2026
17 June, 2026
16 June, 2026
16 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026
15 June, 2026