ઇઝરાયલના કતાર પરના હુમલા બાદ આતંકવાદની નિંદા અને સામૂહિક પ્રતિભાવ પર કરાશે ચર્ચા
September 15, 2025
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અંસારીએ જણાવ્યું હતું કે, સમિટમાં કતાર પર ઇઝરાયલી હુમલા અંગેના ઠરાવ પર ચર્ચા કરવામાં આવશે. જેનો ડ્રાફ્ટ મંત્રી સ્તરની બેઠક દરમિયાન તૈયાર કરવામાં આવશે. કતારની સરકારી એજન્સી અલ-અંસારીએ જણાવ્યું હતું કે, આ સમિટ ઇઝરાયલના કાયરતાપૂર્ણ હુમલા અને ઇઝરાયલના રાજ્ય આતંકવાદની સ્પષ્ટ નિંદા સામે કતાર રાજ્ય સાથે વ્યાપક આરબ અને ઇસ્લામિક એકતા દર્શાવે છે.
આ સમિટ એવા સમયે થઈ રહી છે. જ્યારે ઇઝરાયલે કતાર પર હવાઈ હુમલો કરીને હમાસના વરિષ્ઠ નેતાઓને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા બાદ, આરબ દેશો તેમજ અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ તેની નિંદા કરી છે. દોહા પરના હુમલા બાદ, કતાર છઠ્ઠો દેશ બન્યો છે જેના પર ઇઝરાયલે તાજેતરમાં હુમલો કર્યો છે. ઇઝરાયલે પેલેસ્ટાઇન, લેબનોન, સીરિયા, ટ્યુનિશિયા, યમન જેવા આરબ દેશોને નિશાન બનાવ્યા છે.
પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અલ થાનીએ ન્યૂયોર્કમાં ટ્રમ્પને મળ્યા બાદ કહ્યું હતું કે કતાર આ હુમલાનો સામૂહિક પ્રતિક્રિયા આપશે, જેણે સમગ્ર ક્ષેત્રને જોખમમાં મૂક્યો છે. કતાર લાંબા સમયથી મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે અને ગાઝા પર ઇઝરાયલના યુદ્ધને સમાપ્ત કરવા અને પ્રાદેશિક એકતા માટે કામ કરી રહ્યું છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026