આરાધ્યાના બર્થ ડેએ ઐશ્વર્યા કે અભિષેક કોઈએ પોસ્ટ ન કરી
November 19, 2024
મુંબઇ : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છૂટાછેડા લઈ રહ્યા હોવાની અટકળો વચ્ચે આ વખતે આરાધ્યા બચ્ચનના જન્મદિવસે બંનેમાંથી એકેયએ કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરી ન હતી. દીકરીના જન્મ દિવસ જેવો પ્રસંગ પણ બંને ચૂકી જતાં તેમના ચાહકો ભારે નાસીપાસ થઈ ગયા છે. આરાધ્યાનો જન્મ દિવસ તા. ૧૬મી નવેમ્બરે હતો. તે ૧૪ વર્ષની થઈ ગઈ છે. ટીનેજર તરીકે આરાધ્યાનો લૂક બદલાઈ ચૂક્યો છે. આ વખતે સમગ્ર બચ્ચન પરિવારમાંથી કોઈએ પણ આરાધ્યાને બર્થ ડે વિશ માટે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકી ન હતી. કેવળ અમિતાભે અભિષેકના એક ફેન એકાઉન્ટ પરથી થયેલી શુભેચ્છા પોસ્ટને શેર જ કરી હતી. ભૂતકાળમાં ઐશ્વર્યા, અભિષેક, અમિતાભ સૌ આરાધ્યાના જન્મદિવસે અલાયદી પોસ્ટ મૂકતા હતા. આ વખતે અભિષેકે ઐશ્વર્યાના જન્મદિવસે પણ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકી ન હતી. લાંબા સમયથી એવી ચર્ચા ચાલે છે કે અભિષેક અને ઐશ્વર્યા હાલ અલગ અલગ રહે છે. અભિષેક અને 'દસવી' ફિલ્મની તેની કો સ્ટાર નિમ્રત કૌર વચ્ચે અફેર ચાલતું હોવાનું પણ કહેવાય છે. જોકે, બચ્ચન પરિવારમાંથી કોઈએ પણ આ અફવાઓ અંગે કોઈ જાતનો ખુલાસો હજુ સુધી કર્યો નથી.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો......
01 May, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026