સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ? માર્કો રુબિયોએ કહ્યું- ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો
May 22, 2026
ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખના આદેશથી વિમાનો તોડી પાડ્યાનો આક્ષેપ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાના, નબળા, આર્થિક પછાત દેશો પર કબ્જો જમાવવાની ફિરાકમાં લાગી ગયા હોય તેમ તેમણે ફરી ક્યુબા પર નજર બગાડી છે. ટ્રમ્પના વલણના કારણે ડેન્માર્કના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલૅન્ડ, કેનેડા, વેનેઝુએલા, ઈરાન અને હવે ક્યુબામાં સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વાસ્તવમાં અમેરિકન વિદેશ મંત્રી માર્ક રુબિયોએ ધમકીભર્યા અંદાજમાં ક્યુબાના આડકતરી ધમકી આપી દીધી છે.
અમેરિકન વિદેશ મંત્રીએ ધમકીભર્યા અંદાજમાં સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ક્યુબા મોટો ખતરો છે. રુબિયોએ યુદ્ધ કરવાના આડકતરા સંકેત પણ આપી દીધા છે. તેમણે એવું કહ્યું છે કે, હાલ અમેરિકા અને ક્યુબા વચ્ચે શાંતિ સમજૂતી થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. આટલું બધુ બોલી લીધા બાદ તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા હજુ પણ વાતચીત દ્વારા સમાધાન કરવા ઇચ્છે છે.
વાસ્તવમાં રુબિયોના નિવેદનના એક દિવસ પહેલા અમેરિકાએ ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રાઉલ કાસ્ત્રો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. અમેરિકાએ કાસ્ત્રો પર 1996માં બે વિમાનો તોડી પાડવાનો અને અમેરિકન નાગરિકોના મોતનો આરોપ લગાવ્યો છે. તે વખતે બ્રધર્સ ટૂ ધ રેસ્ક્યુ નામના સંગઠને બે વિમાનો તોડી પાડ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા. અમેરિકાએ કહ્યું છે કે, રાઉલ કાસ્ત્રોએ જ વિમાનો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
શું અમેરિકા ક્યુબામાં ઘૂસીને રાઉલ કાસ્ત્રોની ધરપકડ કરવાનો પ્રયાસ કરશે? તેવો પ્રશ્ન કરાતાં રુબિયોએ કહ્યું કે, અમે મીડિયા સામે યોજના જાહેર કરતા નથી. બીજી તરફ અમેરિકન એટોર્ની જનરલ ટૉડ બ્લાંશે કહ્યું કે, અમેરિકાને આશા છે કે, કાસ્ત્રો પોતાની મરજીથી અથવા કોઈ અન્ય રીતે કોર્ટમાં હાજર થશે. ક્યુબાના વિદેશ મંત્રી બ્રૂનો રોડ્રિગેજ પરિલાએ રૂબિયોના આક્ષેપોને ખોટા ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, ક્યુબા ક્યારે અમેરિકા માટે ખતરો બન્યો નથી. રૂબિયો સૈન્ય કાર્યવાહી ભડકાવવાનો પ્રયાસો કરી રહ્યા છે. ક્યુબાએ અમેરિકાને તે આક્ષેપોને પણ નકારી કાઢ્યા છે, જેમાં ક્યુબાને આતંકવાદ વધારનારા દેશોમાં સામેલ કરવામાં આવ્યો છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026