પહલગામ અને બાલતાલ બેઝ કેમ્પ ખાતે અમરનાથ યાત્રા સ્થગિત

July 30, 2025

અમરનાથ યાત્રા એકવાર ફરી સ્થગિત કરવામાં આવી છે. પહેલગામ અને બાલતાલ બંને જગ્યાએ અમરનાથ યાત્રા 30 જુલાઇ 2025 માટે સ્થગિત કરવામાં આવી છે. વહેલી સવારથી ભારે વરસાદને કારણે આજે પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પમાંથી શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા 2025 દરમિયાન અત્યાર સુધીમાં 3.93 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા છે તેમ I&PR જમ્મુ અને કાશ્મીર દ્વારા જણાવાયુ હતું.

કાશ્મીરના કમિશનર વિજય કુમાર બિધુડીએ જણાવ્યું કે અમરનાથ યાત્રા સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે આજે સવારથી બાલતાલ અને પહેલગામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી બંને વિસ્તારોમાં શિબિરોથી યાત્રા શરૂ થઈ શકી નથી. શિબિરોમાં પાછા ફરતા યાત્રાળુઓને પણ જ્યાં છે ત્યાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.