ભારત-રશિયાના સંબંધો પર અમેરિકાના ટેરિફની કોઈ અસર નહીં : સર્ગેઈ લાવરોવ
September 28, 2025
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લે તેવા સંકેત છે. આ અંગે બંને દેશો વચ્ચે પ્લાનિંગ ચાલી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે યુએનજીએના 80મા સત્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, 'રશિયાના પ્રમુખ ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત અંગે ભારત સાથે ચર્ચા ચાલી રહી છે.'
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ભારત-રશિયા સંબંધો વિશે વાત કરી. તેમણે કહ્યું કે, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની નવી દિલ્હી મુલાકાત આ વર્ષે ડિસેમ્બરમાં આયોજન કરવામાં આવી રહી છે. અમારી પાસે ખૂબ જ વ્યાપક દ્વિપક્ષીય એજન્ડા છે, જેમાં વેપાર, લશ્કરી, તકનીકી સહયોગ, એઆઈ, નાણાં, માનવ બાબતો અને આરોગ્યસંભાળનો સમાવેશ થાય છે.'
ભારતના વખાણ કરતા સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતુ કે, 'ભારત તુર્કી જેટલું જ આત્મસન્માન ધરાવે છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર, રશિયાની મુલાકાત લેશે. હું ભારતની મુલાકાતે આવીશ. અમારી નિયમિત વાતચીત થાય છે.'
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026