ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ
April 24, 2026
ઉના- ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા અને પ્રતિસ્પર્ધીને ગંભીર ગુનામાં ફસાવવા માટે ફાયરિંગનું ખોટું નાટક રચનાર આમ આદમી પાર્ટીના નેતા અજય ભાણાભાઇ બાંભણીયાની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 અને 7 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણીયા પર ગત રાત્રે (23 એપ્રિલ) રાત્રે 10 વાગ્યે કથિત ફાયરિંગની ઘટના બની હતી. જો કે પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ ફાયરિંગની ઘટના નકારી હતી અને ગઈકાલે રાત્રે જ FLS બોલાવી હતી. FSL તપાસમાં અજય બાંભણીયાના પોતાના પર ફાયરિંગના નાટકનો પર્દાફાશ થયો છે.
અજય બાંભણીયાએ પોલીસ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, તેઓ જ્યારે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની કાર સામે ગોળીબાર કરી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ઉના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ, એલ.સી.બી અને એસ.ઓ.જીની અલગ-અલગ ટીમોએ ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન FSL અધિકારીઓના રિપોર્ટ અને ટેક્નિકલ પુરાવાઓ પરથી જાણવા મળ્યું કે ફાયરિંગની આ ઘટના તદ્દન બનાવટી હતી.
અજય બાંભણીયાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માં પોતાના પ્રતિસ્પર્ધીને ગંભીર ગુનામાં ખોટી રીતે સંડોવી દેવા અને નુકસાન પહોંચાડવાના આશયથી આ ષડયંત્ર રચ્યું હતું. તેણે પોલીસ સમક્ષ ખોટા પુરાવા ઉભા કર્યા હતા અને પોતાની પાસે ગેરકાયદેસર રીતે જીવતો કારતુસ રાખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026