સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધિકારી સસ્પેન્ડ, મનપાનું કાલે હાઈકોર્ટમાં સોગંદનામું
July 01, 2026
સુરત : સુરતના નાસીર નગર ડિમોલિશન ને લઈને ઉઠેલા સવાલો સામે આખરે સુરત મહાનગરપાલિકાને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા પછી આખરે સુરત મહાનગરપાલિકાની ઊંઘ ઉડી છે. નાસીર નગર ડિમોલિશન મામલે તપાસ સમિતિના અહેવાલ બાદ બે કાર્યપાલક ઈજનેર સહિત પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે શહેરમાં ચર્ચા એ છે કે માત્ર પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી સમગ્ર ઘટનાની જવાબદારી પૂરી થઈ જશે કે પછી આ વિવાદના પડછાયા ઉચ્ચ અધિકારી- રાજકારણીઓ કે અન્ય વિભાગા અધિકારીઓ સુધી પણ પહોંચશે?
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે તા. 30 મે, 2026ના રોજ કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી ભારે વિવાદમાં સપડાઈ હતી. સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યા બાદ પાલિકાએ તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં સામે આવેલા મુદ્દાઓના આધારે હવે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સાથે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની અસર ન પડે અને કાર્યવાહી નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે પાલિકાએ પાંચ ઈજનેરોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય લીધો છે.
પાલિકાએ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કાર્યપાલક ઈજનેર સુજલ કુમાર ધરમશીભાઈ પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેર જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા અને જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચરનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝોનલ ઓફિસર તરીકે ડિમોલિશન દરમિયાન હાજર રહેલા કાર્યપાલક ઈજનેર જયાંગ જીવનરામજીવાલાની ભૂમિકા તપાસના કેન્દ્રમાં છે. બીજી તરફ, રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિને આ ડિમોલિશન કામગીરી સાથે સીધી જવાબદારી ન હોવા છતાં તેઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તેમની હાજરી અને ભૂમિકાને લઈને પણ તપાસમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ ઈજનેર, ડેપ્યુટી ઈજનેર અને જુનિયર ઈજનેરની કામગીરી પણ તપાસના દાયરામાં આવી છે. બે કાર્યપાલક ઈજનેર ક્લાસ-વન અધિકારી હોવાથી તેમના સસ્પેન્શન માટે મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ જાણ માટેની દરખાસ્ત રજૂ કરશે. ત્યારબાદ સામાન્ય સભાની મંજૂરી માટે મોકલવામાં આવશે.
નાસીરનગર ડિમોલિશન દરમિયાન માત્ર પાલિકાની કામગીરી જ નહીં, પરંતુ રાજકારણીઓની સંભવિત દખલગીરી અને પોલીસની ભૂમિકાને લઈને પણ અનેક ગંભીર સવાલો ઉભા થયા હતા. હવે પાંચ ઈજનેરો સામે કાર્યવાહી થતાં ચર્ચા એ છે કે તપાસનો વ્યાપ માત્ર અધિકારીઓ સુધી જ સીમિત રહેશે કે પછી સમગ્ર ઘટનામાં જેની સામે આક્ષેપો થયા છે તે તમામની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ થશે. તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026