બળાત્કાર, છેતરપિંડીમાં છ મહિનાથી ફરાર આપના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની ધરપકડ
March 25, 2026
પંજાબના રાજકારણમાં ખળભળાટ મચાવતી ઘટનામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની પોલીસે ધરપકડ કરી હતી. તેમના સામે બળાત્કાર, છેતરપિંડી અને ગુનાહિત ધમકી જેવા ગંભીર આરોપો નોંધાયા હતા. છેલ્લા છ મહિનાથી તેઓ ફરાર હતા.
માહિતી મુજબ, પઠાણમાજરા 2 સપ્ટેમ્બર 2025થી પોલીસથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. વારંવાર સમન્સ મોકલવા છતાં તેઓ હાજર ન થતા કોર્ટે તેમને પ્રોક્લેમ્ડ ઓફેન્ડર જાહેર કર્યો હતો.
તેમને દેશ છોડીને ભાગી ન જાય તે માટે પોલીસ દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. તેમની ધરપકડ માટે વિશેષ ટીમ સતત તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી હતી. અંતે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 48 કલાકમાં ધરપકડ થયેલા તેઓ બીજા વર્તમાન ધારાસભ્ય છે. આ પહેલા પૂર્વ પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરની આત્મહત્યાને દુષ્પ્રેરણા આપવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026