ચીનથી પરત આવતાં જ ટ્રમ્પે જિનપિંગને આપ્યો મોટો ઝટકો! કંપનીઓને કંગાળ કરવાનો માસ્ટર પ્લાન
May 22, 2026
જો પ્રસ્તાવ પાસ થશે તો અમેરિકામાં ચાઇનીઝ કંપનીઓની વધશે મુશ્કેલી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી પરત આવતાં જ રાષ્ટ્રપ્રમુખ શી જીનપિંગને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં અમેરિકન સંસદમાં એવો પ્રસ્તાવ રજૂ કરાયો છે, જેનાથી જિનપિંગ નારાજ થઈ શકે છે. રિપોર્ટ મુજબ, અમેરિકામાં બે વરિષ્ઠ રિપબ્લિકન સાંસદોએ દેશમાં ચીનના સૈન્ય-ઔદ્યોગિક તંત્ર સાથે જોડાયેલી ચીની સંસ્થાઓ પર પ્રતિબંધો ઝડપી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
સીનેટર રિક સ્કૉટ અને પ્રતિનિધિ એલિસ સ્ટેફાનિકે જે પ્રસ્તાવ રજૂ કર્યો છે, તેનું નામ ‘સીસીપી સેક્શન શૉટ ક્લૉક એક્ટ’ છે. બંને સાંસદોનું કહેવું છે કે, અમેરિકામાં ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) સાથે જોડાયેલી સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં વધુ વિલંબ ન કરવો જોઈએ. પ્રસ્તાવમાં એવું પણ કહેવાયું છે કે, નાણાં વિભાગે અમેરિકન સરકારની સુરક્ષા માટે ખતરો મનાતી ચીની વ્યક્તિઓ અથવા સંસ્થાઓ વિરુદ્ધ એક વર્ષની અંદર કાર્યવાહી કરવી જોઈએ. વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય, નાણાંકીય વર્ષ 2026માં દેશની સુરક્ષાના નિયમોમાં ફેરફાર કરવાનો છે. પ્રસ્તાવમાં અમેરિકન સરકાર માટે સંકટ સમાન સંસ્થાઓની એક વર્ષની અંદર ઓળખ કરવાનો અને તેને નાણાં વિભાગની ‘નૉન-એસડીએન ચીની સૈન્ય-ઔદ્યોગિક કૉમ્પલેક્સ કંપનીઓની યાદી’માં સામેલ કરવી પડશે. એટલે કે, અમેરિકામાં હથિયારો સહિતની સંરક્ષણ સામગ્રી બનાવતી ચીની કંપનીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની નહીં, પરંતુ તેમના પર અમેરિકામાં રોકાણ કરવા પર પ્રતિબંધ લગાવવા સહિતના નિયંત્રણો લાદવાની વાત છે. આ ઉપરાંત તેવી કંપનીઓ કે વ્યક્તિઓ પર દેખરેખ રાખવાની કે બ્લેકલિસ્ટ યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે.
Related Articles
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલા 55 ડૂબ્યાં, શાળાઓ બંધ; હાઈવે તૂટ્યા
યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલ...
Jun 27, 2026
અમેરિકાની એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાનનો બહેરીન પર ભયંકર ડ્રોન એટેક
અમેરિકાની એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાનનો બહ...
Jun 27, 2026
અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતની ધરતી ધ્રુજી
અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, દિ...
Jun 27, 2026
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયારી, મંત્રી બોલ્યા- અમારો દેશ 'પાકિસ્તાન' નથી
ડેનમાર્કની મસ્જિદોમાં અઝાન પર બેનની તૈયા...
Jun 26, 2026
યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્યો, રશિયાનો 660 ડ્રોન તોડી પાડવાનો દાવો
યુક્રેને ક્રિમીયા દ્વીપકલ્પ પર હુમલો કર્...
Jun 26, 2026
વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી
વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર...
Jun 25, 2026
Trending NEWS
26 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026