વડોદરામાં વાતાવરણનો પલટો : આજે સવારથી વાદળીયું વાતાવરણ, બફારાનું પ્રમાણ વધ્યું
May 27, 2025

વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ સમી સાંજે વાતાવરણમાં એકાએ પલટો આવ્યો હતો અને વીજળીના તડાકા ભડાકા સાથે 40 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયા બાદ તૂટી પડેલા ધોધમાર વરસાદ બાદ આજે સવારથી જ આકાશી વાદળા ગોરંભાયેલા છે. જ્યારે વાતાવરણમાં બફારાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે આગામી તા.29 સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ વડોદરાની મુલાકાતે વડાપ્રધાન મોદી પધાર્યા હતા. પરંતુ તેમના આગમન પૂર્વે રાત્રે તડાકા ભડાકા સાથે તોફાની પવન સહિત ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પરિણામે વિવિધ બે જગ્યાએ તેમના સ્વાગત મંચ પણ તૂટી પડ્યા હતા. ત્યારબાદ આજે વહેલી સવારથી જ વાદળીયા વાતાવરણ વચ્ચે ગરમીનું સામ્રાજ્ય બફારો વધી જતા વધ્યું છે. સુરજદાદાના દર્શન પણ આજે સવારથી જ દુર્લભ થયા છે. વાતાવરણમાં બફારો એકાએક વધી જવાના કારણે ગમે ત્યારે વરસાદ તૂટી પડવાની શક્યતા નકારી શકાતી નથી.
Related Articles
રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર: 22 જૂને મતદાન, 25 જૂને મતગણતરી
રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની ત...
May 28, 2025
ચંડોળામાં આજે ફરી ડિમોલિશનની કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિત 4 ધર્મસ્થળ તોડી પડાયા
ચંડોળામાં આજે ફરી ડિમોલિશનની કાર્યવાહી,...
May 28, 2025
વડોદરા બાદ અમદાવાદમાં પણ PM મોદીનો રોડ શૉ, તિરંગા સાથે સ્વાગત
વડોદરા બાદ અમદાવાદમાં પણ PM મોદીનો રોડ શ...
May 26, 2025
નવસારીમાં 13 વર્ષના કિશોરનું હાર્ટએટેકથી શંકાસ્પદ મોત, છાતીમાં દુઃખતા હોસ્પિટલ ખસેડાયો હતો
નવસારીમાં 13 વર્ષના કિશોરનું હાર્ટએટેકથી...
May 26, 2025
વડોદરામાં PM મોદીના કાર્યક્રમમાં 24 કલાક ફરજ બજાવનાર હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત, બે મહિલા બેભાન
વડોદરામાં PM મોદીના કાર્યક્રમમાં 24 કલાક...
May 26, 2025
વડોદરામાં PM મોદીની સિંદૂર સન્માન યાત્રા, કર્નલ સોફિયા કુરૈશીના પરિવારે સ્વાગત કર્યું
વડોદરામાં PM મોદીની સિંદૂર સન્માન યાત્રા...
May 26, 2025
Trending NEWS

હિંસાગ્રસ્ત રાખાઇન પ્રાંતને બાંગ્લાદેશ સાથે જોડતા...
27 May, 2025

લંડનના લિવરપૂલમાં કાર ચાલકે ભીડ પર કાર ચડાવી દેતા...
27 May, 2025