Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

દિલ્હીમાં ચૂંટણી પહેલાં જાણીતા શિક્ષક અવધ ઓઝા કેજરીવાલની હાજરીમાં AAPમાં સામેલ

December 02, 2024

યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતાં જાણીતા શિક્ષક અવધ ઓઝા હવે રાજકારણમાં અખાડામાં ઉતરવા તૈયાર છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં તેમણે આમ આદમી પાર્ટીનું સભ્યપદ મેળવી લીધું છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઝંપલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી અવધ ઓઝા વિશે એવી અટકળો હતી કે તેઓ લોકસભાની ચૂંટણી લડી શકે છે. એવા અહેવાલો હતા કે તેઓ પ્રયાગરાજથી લોકસભાની ટિકિટ મેળવવા માટે ભાજપના સંપર્કમાં હતા. પરંતુ તે વખતે મામલો ફાઇનલ થઈ શક્યો ન હતો.
યુપીએસસીની તૈયારી કરાવતાં જાણીતા શિક્ષક અવધ ઓઝા ખાસ તો ઓઝા સર તરીકે જાણીતા છે, તે એક શિક્ષક તેમજ મોટિવેશનલ સ્પીકર પણ છે. સોશિયલ મીડિયા પર અને યુવાનોમાં તેમની સારી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીને આશા છે કે તેમના પાર્ટીમાં જોડાવાથી ચૂંટણીમાં મોટો ફાયદો થશે. અવધ ઓઝાએ અનેક વખતે અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા હતા.