બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલાયું : હવે 'વીર સાવરકર સેતુ' તરીકે ઓળખાશે

May 29, 2023

સાવરકર જયંતિના અવસર પર મહારાષ્ટ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. CM એકનાથ શિંદેએ જાહેરાત કરી કે બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે. તે હવે 'વીર સાવરકર સેતુ' તરીકે ઓળખાશે. 28 મે, રવિવારના રોજ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની 140મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી.

અત્યારે આ સી લિંકનો માત્ર 7 ટકા જ નિર્માણ થયો છે, જ્યારે તેનું નિર્માણ 2018થી ચાલી રહ્યું છે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના વીરતા પુરસ્કારની તર્જ પર 'સ્વાતંત્ર્યવીર સાવરકર વીરતા પુરસ્કાર' પણ આપવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટી જાહેરાત કરતા બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ બદલી નાખ્યું છે. બાંદ્રા-વર્સોવા સી લિંક વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે. જો કે ઘણા સમયથી તેની ચર્ચા ચાલી રહી હતી, પહેલાથી જ કહેવામાં આવી રહ્યું હતું કે રાજ્ય સરકાર બાંદ્રા-વર્સોવા સી-લિંકનું નામ બદલી દેશે. હવે વીર સાવરકર જયંતિના અવસરે આ સી-લિંકનું નામ બદલવામાં આવ્યું છે.