યુરોપમાં બત્તીગુલ: ફ્રાંસ, સ્પેન સહિતના દેશોમાં પ્લેન, મેટ્રો અને મોબાઈલ નેટવર્ક ઠપ
April 28, 2025

યુરોપના અનેક દેશોમાં અચાનક ભીષણ વીજ સંકટ પેદા થયું છે. સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સમાં અચાનક વીજળી ગુલ થઈ છે. જેના લીધે હવાઈ સેવાઓથી માંડી મેટ્રો સુધીનું સંચાલન પ્રભાવિત થયું છે. ઘણા ફોનના નેટવર્ક પણ ડાઉન તથા બંધ થયા છે. મેડ્રિડથી માંડી લિસ્બન સુધીના વિસ્તારમાં અંધારૂ છવાઈ ગયું છે. આ ઈમરજન્સી પરિસ્થિતિનો ઉકેલ લાવવા આ દેશોએ પ્રોટોકોલ લાગુ કર્યા છે. આમ અચાનક વીજળી ગુલ થવાનું કારણ હજી જાણી શકાયુ નથી. પરંતુ સૂત્રો અનુસાર, સાયબર અટેક થયો હોવાની શક્યતા છે.
સ્પેનના નેશનલ ગ્રીડ ઓપરેટ રેડ એલેક્ટ્રિકાએ નિવેદન આપ્યું છે કે, આખા દેશમાં વીજ પુરવઠો ચાલુ કરવા માટે વીજ કંપનીઓ સાથે મળી અનેક પ્રયાસો કરી રહી છે. પોર્ટગુલના ગ્રીડ ઓપરેટર ઈ-રેડેસે જણાવ્યું કે, આ સંકટ યુરોપિયન પાવર ગ્રીડમાં આવેલી ખામીના કારણે આવ્યું છે. પ્રારંભિક તપાસમાં વોલ્ટેજમાં અસંતુલનના કારણે વીજ સંકટ પેદા થયું હોવાનું જાણવા મળ્યું છે.
સ્પેન, પોર્ટુગલના શહેરોમાં મેટ્રો, બસ, ટ્રેન સેવાઓ ખોરવાઈ છે. રસ્તાઓ પર અવ્યવસ્થા સર્જાઈ છે. હોસ્પિટલ પણ હાલ જનરેટરના આશરે ચાલી રહ્યું છે. સ્પેન અને પોર્ટુગલમાં ક્યાંક વીજ પુરવઠો નથી, જ્યારે ફ્રાન્સના ઘણા શહેરોમાં પણ અંધારપટ છવાયા છે. બપોરે 12.30 વાગ્યે વીજળી ગુલ થઈ હતી. જેના લીધે મેડ્રિડમાં ઓપન ટેનિસ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હતી. અંડરગ્રાઉન્ડ રેલ સિસ્ટમ ખોટવાઈ છે. ટ્રાફિક લાઈટ પર ચાલી રહી ન હોવાથી રસ્તાઓ જામ થયા છે. હજી ક્યાં સુધી વીજ સંકટ જારી રહેશે તેનો કોઈ અંદાજ સત્તાધીશો પાસે નથી. એરપોર્ટ પર પણ વિમાન સેવા બંધ થઈ છે.
સ્પેનિશ અધિકારીઓએ કહ્યું છે કે અત્યાર સુધી બ્લેકઆઉટનું કારણ જાણી શકાયુ નથી. આ એક સાયબર અટેક હોવાની શક્યતા નકારી શકાય નહીં. આની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલાં પણ, યુરોપમાં નાની ટેકનિકલ ખામીઓને કારણે મોટા પ્રમાણમાં બ્લેકઆઉટ થયા છે. 2003 માં, સ્વિટ્ઝર્લૅન્ડમાં એક ઝાડ વીજ લાઇન પર પડતાં આખું ઇટલી અંધકારમાં ડૂબી ગયું હતું. તેથી, આ વખતે પણ ટેકનિકલ સમસ્યા અથવા સાયબર અટેકની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Related Articles
આર્જેન્ટિનામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 300 કિલોમીટરમાં આવતા વિસ્તારોમાં સુનામીનું એલર્ટ
આર્જેન્ટિનામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 300...
May 02, 2025
યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની જરૂર પડી, IMF સામે હાથ ફેલાવ્યા
યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની...
May 02, 2025
આતંકવાદીઓને ઉછેરીને અમે બહુ મોટી ભૂલ કરી છે : બિલાવલ
આતંકવાદીઓને ઉછેરીને અમે બહુ મોટી ભૂલ કરી...
May 02, 2025
દુનિયાની સૌથી વૃદ્ધ મહિલાનું નિધન, બ્રાઝીલી નને 116 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
દુનિયાની સૌથી વૃદ્ધ મહિલાનું નિધન, બ્રાઝ...
May 02, 2025
'વાતચીતથી પતાવી લેજો, આખી દુનિયા જુએ છે..' ભારત-પાકિસ્તાનમાં તંગદિલી વચ્ચે અમેરિકાનું નિવેદન
'વાતચીતથી પતાવી લેજો, આખી દુનિયા જુએ છે....
Apr 30, 2025
પંજાબના આપ નેતાની પુત્રી વંશિકાનું કેનેડામાં રહસ્યમય મોત, અભ્યાસ માટે ગઈ હતી
પંજાબના આપ નેતાની પુત્રી વંશિકાનું કેનેડ...
Apr 30, 2025
Trending NEWS

02 May, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025