રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો, સાઉદી અરબે ચાર પ્રોજેક્ટાઈલને તોડી પાડ્યાનો દાવો
March 03, 2026
રિયાધઃ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે. લેટેસ્ટ અપડેટ મુજબ, રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. જેના કારણે આગ ફાટી નીકલી છે. સાઉદી અરબે ચાર પ્રોજેક્ટાઈલને તોડી પાડ્યાનો દાવો કર્યો છે. પ્રત્યક્ષદર્શીઓએ રિયાધના ડિપ્લોમેટિક ક્વાર્ટર પર કાળો ધુમાડો નીકળતો જોયો હતો, જ્યાં વિદેશી દૂતાવાસો આવેલા છે. સાઉદી સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે યુએસ એમ્બેસી પર બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે આગ લાગી હતી અને ઇમારતને નજીવું નુકસાન થયું હતું.
સાઉદી અરેબિયા સ્થિત યુએસ એમ્બેસીએ જેદ્દાહ, રિયાધ અને ધાહરાન માટે 'શેલ્ટર ઇન પ્લેસ' (જ્યાં છો ત્યાં જ સુરક્ષિત રહેવા) ની સૂચના આપી છે. આ સાથે જ એક એડવાઇઝરીમાં ઉમેર્યું છે કે તેઓ આ વિસ્તારમાં કોઈપણ લશ્કરી મથકો પર બિન-જરૂરી અવરજવરને મર્યાદિત કરી રહ્યા છે.
ઈઝરાયેલી સેનાએ તહેરાન અને બેરુત પર હુમલા ચાલુ રાખ્યા છે. જેમાં ઈરાનના સરકારી બ્રોડકાસ્ટરનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઈરાન અને લેબનાનમાં મૃતકોની સંખ્યા ઘણી વધારે છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન ગ્રાઉન્ડ ફોર્સને તૈનાત કરવાનો ઈન્કાર કર્યો હતો.
Related Articles
માત્ર 100 કલાકમાં અબજો સ્વાહા! ઈરાન પર હુમલાના પહેલા જ તબક્કામાં અમેરિકાને હજારો કરોડનો ખર્ચ
માત્ર 100 કલાકમાં અબજો સ્વાહા! ઈરાન પર હ...
Mar 09, 2026
'આંતરરાષ્ટ્રીય કાયદાનો અંત...', અમેરિકા-ઈઝરાયલ પર રશિયા ભડક્યું, બોલાવી P-5 દેશોની બેઠક
'આંતરરાષ્ટ્રીય કાયદાનો અંત...', અમેરિકા-...
Mar 09, 2026
સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીય સહિત 2ના મોત
સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલામાં...
Mar 09, 2026
ચીનના સૂર બદલાયા, કહ્યું - ભારત અમારો 'હરીફ' નહીં 'ભાગીદાર'
ચીનના સૂર બદલાયા, કહ્યું - ભારત અમારો 'હ...
Mar 08, 2026
'અમે જીતી ગયા છીએ, હવે મદદની જરૂર નથી ઃ ટ્રમ્પે મજાક ઉડાડી
'અમે જીતી ગયા છીએ, હવે મદદની જરૂર નથી ઃ...
Mar 08, 2026
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે MIBનો BARCને નિર્દેશ, ન્યૂઝ ચેનલની TRP રિપોર્ટીંગ પર રોક
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે MIBનો BARCને નિર...
Mar 07, 2026
Trending NEWS
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
07 March, 2026