મોંઘી હવાઈ મુસાફરી માટે તૈયાર રહેજો, ઓઇલ કંપનીઓએ ATFના ભાવ વધાર્યા
December 01, 2024
દિલ્હી : એરલાઇન્સને ડિસેમ્બર મહિનાના પહેલાં જ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે, 1 ડિસેમ્બરે એવિએશન ટર્બાઇન ફ્યૂલ (ATF)નો ભાવ વધારી દીધો છે. જેનાથી હવે એરલાઇન્સ પણ ભાડામાં વધારો કરી શકે છે. જેની સીધી અસર મુસાફરો પર પડશે. તેલ કંપનીઓએ 1 ડિસેમ્બરે એટીએફની કિંમતને 13,181.2 રૂપિયા પ્રતિ કિલોલીટર વધારી દીધી છે. તેનાથી દિલ્હીમાં એવિએશન ટર્બાઇન ફ્યૂલની કિંમત 91,856.84 રૂપિયા પ્રતિ કિલોલીટર સુધી વધારી દીધી છે. આ સિવાય કોલકાતામાં એટીએફ 94,551.63 રૂપિયા પ્રતિ કિલોલીટર, મુંબઈમાં 85,861.02 પ્રતિ કિલોલીટર અને ચેન્નઈમાં 95,231.49 પ્રતિ કિલોલીટર મળી રહ્યું છે.
ડિસેમ્બર સતત બીજો મહિનો છે, જ્યારે સરકારી તેલ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યૂલની કિંમતોમાં વધારો કર્યો છે. ગત મહિને પણ ATFની કિંમત 2,941.5 રૂપિયા પ્રતિ કિલોલીટર વધારવામાં આવી હતી. તેનાથી એરલાઇન્સનો સંચાલન ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે, એટીએફ મોંઘુ થવાથી એરલાઇન્સ હવાઈ મુસાફરીના ભાડાની કિંમતોમાં 10 થી 15 ટકાનો વધારો કરી શકે છે. એવામાં મુસાફોને મોંઘી ટિકિટ ખરીદવી પડી શકે છે. ડૉલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં ઘટાડો થવાથી એટીએફની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ફ્યૂલનો ખર્ચ એરલાઇન્સના કુલ ખર્ચનો આશરે 40 ટકા ભાગ હોય છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આજે પણ કોઈ બદલાવ નથી થયો. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 94.77 રૂપિયા લીટર પર વેચાઈ રહ્યું છે. આ સિવાય પટનામાં 105.58 રૂપિયે પ્રતિ લીટર અને ચંદીગઢમાં પેટ્રોલ 94.30 રૂપયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. ડિઝલની વાત કરીએ તો તે દિલ્હીમાં 87.64 રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે. આ સિવાય ડિઝલ પટનામાં 92.42 રૂપિયા પ્રતિ લીટર અને ચંદીગઢમાં 82.45 રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026