શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો- ટાપુ પર કબજો કરવાની ફિરાકમાં અમેરિકાના હજારો સૈનિક
March 26, 2026
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ગંભીર તબક્કે પહોંચ્યો છે. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકેર ગાલિબાફે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, કેટલાક 'દુશ્મન' દેશો પડોશી દેશના સાથ-સહકારથી ઈરાનના એક ટાપુ પર કબજો જમાવવાની યોજના બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કડક ચેતવણી આપતા તેમણે જણાવ્યું છે કે, જો દુશ્મન દેશો આ દિશામાં એક પણ ડગલું આગળ વધશે, તો ઈરાન વળતો પ્રહાર કરવામાં જરા પણ ખચકાશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આવી સ્થિતિમાં તે મદદગાર દેશની તમામ મહત્ત્વની માળખાગત સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) ઈરાનના સીધા અને સતત હુમલાના નિશાના પર આવી જશે.
ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઈરાન આ ક્ષેત્રમાં અમેરિકાની તમામ ગતિવિધિઓ અને સૈનિકોની તૈનાતી પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે અમેરિકન સૈનિકોને ચેતવણી આપી છે કે જે નુકસાન જનરલોએ કર્યું છે તેને સામાન્ય સૈનિકો ઠીક કરી શકશે નહીં, ઉલટાનું તેઓ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂના ભ્રમનો શિકાર બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈએ ઈરાનની ભૂમિની રક્ષા કરવાના સંકલ્પને પરખવાની કોશિશ કરવી જોઈએ નહીં. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પેન્ટાગોન તેની પ્રતિષ્ઠિત 82મી એરબોર્ન ડિવિઝનના હજારો સૈનિકોને મધ્ય પૂર્વ મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
બીજી તરફ, અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વૈશ્વિક ઓઇલ પુરવઠાને સ્થિર રાખવાના બહાને ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન તેજ કર્યું છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે અમેરિકન દળો ઈરાનની એ ક્ષમતાઓને નિશાન બનાવી રહ્યા છે જે વ્યૂહાત્મક જળમાર્ગો માટે ખતરો બની શકે છે. આ અભિયાનના ભાગરૂપે અમેરિકન દળોએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઈરાની સૈન્ય માળખા પર હુમલા પણ કર્યા છે. અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્ત્વના ઊર્જા માર્ગોની રક્ષા કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલ અને અમેરિકાએ તેહરાન સહિત ઈરાનના અનેક શહેરો પર સંયુક્ત હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ, વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો અને નાગરિકોના મોત થયા હતા. આ ઘટનાના જવાબમાં ઈરાને ઈઝરાયલ અને મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓ અને મિલકતોને નિશાન બનાવીને મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા છે. હાલની સ્થિતિ જોતા સમગ્ર વિસ્તારમાં યુદ્ધની ગંભીરતા સતત વધી રહી છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026