ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો, હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષ બાદ ટીમનો સાથ છોડ્યો
July 13, 2026
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) અને તેના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે પરસ્પર સંમતિથી પોતાના 18 વર્ષ જૂના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઇઝી દ્વારા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી છે, જેની સાથે જ આઇપીએલ ઇતિહાસના સૌથી લાંબા અને સૌથી સફળ કોચિંગ કાર્યકાળનો અંત આવ્યો છે.
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ અને સીએસકે વચ્ચેની આ સફર વર્ષ 2008માં આઇપીએલની પ્રથમ સીઝન દરમિયાન શરૂ થઈ હતી, જ્યારે તેઓ એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયા હતા. ત્યારબાદ, તેના આગામી વર્ષે એટલે કે 2009માં તેઓ ટીમના મુખ્ય કોચ (હેડ કોચ) બન્યા હતા અને ત્યારથી સતત તેઓ આ પદ પર કાર્યરત હતા.
સ્ટીફન ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ ચેન્નાઇ સુપર કિંગ્સે સફળતાના નવા શિખરો સર કર્યા છે. સીએસકેએ તેમના કાર્યકાળ દરમિયાન 5 આઇપીએલ (IPL) ટાઇટલ જીત્યા છે અને આ ઉપરાંત 2 વખત ચેમ્પિયન્સ લીગ ટી20 ટ્રોફી પણ પોતાના નામે કરી છે. ફ્લેમિંગના કોચિંગ હેઠળ ટીમે રેકોર્ડ 12 વખત આઇપીએલ પ્લેઓફમાં જગ્યા બનાવી હતી અને 10 વખત ફાઇનલ સુધીની સફર ખેડી હતી.
સીએસકેના માલિક રૂપા ગુરુનાથે ફ્લેમિંગના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે લગભગ બે દાયકા સુધી ટીમની વિચારધારા, ઓળખ અને જીતની સંસ્કૃતિને મજબૂત કરી છે અને તેમની વિરાસત હંમેશા ટીમનો હિસ્સો રહેશે. ટીમના મેનેજિંગ ડિરેક્ટર કાશી વિશ્વનાથને પણ ફ્લેમિંગની પ્રશંસા કરતા કહ્યું કે, ખેલાડીઓ પાસેથી તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવવાની ક્ષમતા તેમની સૌથી મોટી તાકાત હતી.
Related Articles
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિ...
Aug 04, 2026
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો...
Aug 04, 2026
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-...
Aug 03, 2026
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપર...
Aug 01, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026