હૈદરાબાદમાં મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ, માસ્ટરમાઇન્ડ સહિત 3ની કરાઇ ધરપકડ
September 15, 2025
તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સ્કૂલની અંદર ડ્રગ્સ ફેક્ટરી ચાલી રહી હતી. અહીંથી અન્ય જિલ્લાઓમાં અલ્પ્રાઝોલમ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. મોટા પાયે ડ્રગ્સ બનાવવા અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસની ઇગલ ટીમે સ્કૂલ પર દરોડો પાડ્યા હતા.
હૈદરાબાદના સિકંદરાબાદમાં નશાનો કારોબાર સામે આવ્યો છે. જેમાં શાળાની અંદર આ ડ્રગ્સ ફેકટરી ચાલી રહી હતી. ઇગલ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ આ કેસનો ખુલાસો થયો હતો. પોલીસે કહ્યુ હતુ કે, બોયનપલ્લી સ્થિત મેધા હાઇ સ્કૂલમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલી રહી છે. આ કેસમાં જયપ્રકાશ ગૌર નામનો વ્યક્તિ માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યુ છે. જયપ્રકાશ ગૌર દિવસ દરમિયાન શાળા બંધ કરીને ડ્રગ્સ બનાવતો અને સાંજે બાળકોને ટ્યુશન શીખવતો હતો. જયપ્રકાશ ગૌરની ધરપકડ કરવામાં આવી છે.
જયપ્રકાશ ગૌર આ શાળાનો માલિક છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. તેની સાથે તેના બે સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસને જાણવા મળ્યું છે કે શાળામાં ખતરનાક ડ્રગ અલ્પ્રાઝોલમ બનાવવામાં આવી રહ્યું હતું. આઠ રિએક્ટરની મદદથી અલ્પ્રાઝોલમ ડ્રગ બનાવવામાં આવી રહ્યું હતું. પોલીસે 7 કિલોથી વધુ અલ્પ્રાઝોલમ, 21 લાખ રૂપિયા રોકડા, મોટી માત્રામાં કાચા રસાયણો અને ઉત્પાદન સાધનો જપ્ત કર્યા છે.
ફેક્ટરી લગભગ છ મહિનાથી શાળાના બીજા માળે ચાલી રહી હતી. ફેક્ટરીમાં છ દિવસ સુધી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. હાલમાં, પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ ડ્રગ સપ્લાય નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં કોણ કોણ સામેલ છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. શાળાની આડમાં ચાલતો આ ગેરકાયદેસર ધંધો માતાપિતા અને સમાજ માટે એક મોટી ચેતવણીરૂપ કિસ્સો બનીને પ્રકાશમાં આવ્યો છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026