Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

અમદાવાદના રિક્ષાચાલકો માટે મોટા સમાચાર, પહેલી જાન્યુઆરીથી મીટર ફરજિયાત, નહીં તો થશે કાર્યવાહી

December 04, 2024

અમદાવાદના રિક્ષાચાલકોને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર ફરજિયાત કર્યા છે. પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.  નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમના અમલીકરણ પહેલાં રિક્ષાચાલકોને મીટર લગાવવા માટે પહેલી તારીખ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. પહેલી તારીખથી રિક્ષાચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવેલું હોવું જોઈએ આ સિવાય પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલક મીટર વિના રિક્ષા લઈને ધંધો કરવા નીકળશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ, જો રિક્ષાચાલકો દ્વારા મુસાફરો પાસેથી મીટર ભાડાં સિવાય મનમાની રીતે ભાડું વસૂલવામાં આવશે તો તેવા રિક્ષાચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.