સીરિયામાં ફરી લોહિયાળ સંઘર્ષ, બે દિવસમાં 1000ના મોત
March 09, 2025

સીરિયા : સીરિયામાં પરિસ્થિતિ બગડી રહી છે. સુરક્ષા દળો અને પૂર્વ પ્રમુખ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે બે દિવસની લોહિયાળ હિંસામાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે છેલ્લા 14 વર્ષમાં સીરિયામાં થયેલી સૌથી મોટી હિંસા ગણાવાઈ રહી છે. યુકે સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, મૃતકોમાં 745 નાગરિકોનો સમાવેશ થાય છે જેમને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઉપરાંત, સરકારી સુરક્ષા દળોના 125 સભ્યો અને અસદ સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથોના 148 આતંકીઓ પણ માર્યા ગયા. લતાકિયા શહેરની આસપાસના મોટા વિસ્તારોમાં વીજળી અને પીવાનું પાણી કાપી નાખવામાં આવ્યું છે.
સીરિયાની સરકારે કહેવું છે કે, 'અમે અસદના સમર્થકો દ્વારા કરવામાં આવતા હુમલાઓ સામે કાર્યવાહી કરી રહી છે.' તેમણે આ મોટા પાયે થયેલી હિંસા માટે વ્યક્તિગત લોકોના કાર્યોને દોષી ઠેરવ્યા. ગુરુવારે દરિયાકાંઠાના શહેર જબલેહ નજીક સુરક્ષા દળોએ એક વ્યક્તિની અટકાયતમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે સીરિયામાં હિંસા શરૂ થઈ હતી. સીરિયાની નવી સરકાર પ્રત્યે વફાદાર સુન્ની મુસ્લિમ બંદૂકધારીઓએ અસદના લઘુમતી અલાવી સમુદાયના સભ્યોની હત્યા કરવાનું શરૂ કર્યું ત્યારથી બંને વચ્ચે અથડામણ ચાલુ છે. પરંતુ આ હયાત તહરિર અલ-શામ માટે એક મોટો આંચકો છે, કારણ કે તેના નેતૃત્વમાં બળવાખોર જૂથોએ અસદના શાસનને ઉથલાવી નાખ્યું હતું.
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે વર્ષ 2021ના અહેવાલ અનુસાર,સીરિયામાં બશર અલ-અસદના શાસન દરમિયાન જેલમાં 1 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. આમાંથી, ફક્ત સૈદનાયા જેલમાં 30 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. આ જેલ ત્રાસ, હત્યા અને ગુમ થવા માટે કુખ્યાત રહી છે. 2011થી સૈદનાયા જેલનો ઉપયોગ અસદના ક્રૂર શાસનની નીતિઓને અમલમાં મૂકવા માટે કરવામાં આવી રહ્યો છે.
Related Articles
પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન
પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું...
Mar 19, 2025
સુનિતા વિલિયમ્સ પરત ફર્યા : ટ્રમ્પે કહ્યુ મે અને મસ્કે આપેલુ વચન નિભાવ્યુ
સુનિતા વિલિયમ્સ પરત ફર્યા : ટ્રમ્પે કહ્ય...
Mar 19, 2025
ફ્રાન્સના નેતાએ 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પાછું માંગ્યું, અમેરિકાએ આપ્યો જોરદાર જવાબ
ફ્રાન્સના નેતાએ 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પા...
Mar 18, 2025
'પહેલાં ફેક્ટ ચેક કરો પછી બોલો,' બાંગ્લાદેશે ગબાર્ડના લઘુમતીઓ પર અત્યાચારના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
'પહેલાં ફેક્ટ ચેક કરો પછી બોલો,' બાંગ્લા...
Mar 18, 2025
ગાઝામાં તબાહી, યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે કર્યો હુમલો, 200ના મોત
ગાઝામાં તબાહી, યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે...
Mar 18, 2025
17 કલાકની મુસાફરી, પાણીમાં લેન્ડીંગ, જાણો વાપસી માટેનું સમયપત્રક
17 કલાકની મુસાફરી, પાણીમાં લેન્ડીંગ, જાણ...
Mar 18, 2025
Trending NEWS

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025