Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

બોડી-ગાર્ડબની અમેરિકી સેના જહાજોને હોર્મુઝ પાર કરાવશે

May 05, 2026

વોશિંગ્ટન : ઈરાન સાથેના નાજુક સીઝ ફાયર વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'પ્રોજેક્ટ-ફ્રીડમ' નામક એક યોજના તૈયાર કરી છે. તેની નીચે અમેરિકી સેના અન્ય દેશોનાં પણ વ્યાપારી જહાજો જે હોર્મુઝ સ્ટ્રેઈટસમાં ફસાયા છે, તેમને એસ્કાર્ટ કરી સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝમાંથી બહાર નીકળવામાં સહાય કરશે. રવિવારે (સ્થાનિક સમય પ્રમાણે) પોતાના 'ટ્રુથ સોશ્યલ' પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે, 'દુનિયાના કેટલાયે દેશોએ અમેરિકાની મદદ માગી છે, જેથી તેમના (વ્યાપારી) જાહાજો આ મહત્વના સમુદ્રીય માર્ગમાંથી સુરક્ષિત બહાર કાઢી શકાય.' આથી અમેરિકાએ 'પ્રોજેક્ટ-ફ્રીડમ' નામક એક અભિયાન હાથ ધર્યું છે અને હોર્મુઝમાંથી જહાજોને બહાર કાઢવા કાર્યવાહી શરૂ કરી દીધી છે.આ સામે ઈરાને ચેતવણી આપી છે કે, 'હોર્મુઝ' સંબંધી યુ.એસ.ની કોઈપણ કાર્યવાહી સીઝ ફાયરનાં ઉલ્લંઘન સમાન માનવામાં આવશે. જ્યારે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, દુનિયાભરના જે દેશો કે જેમને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સ્પષ્ટ અને હિંસક વિવાદ સાથે કોઈ લેવા-દેવા નથી, તેમણે અમને પૂછ્યું હતું કે, તેમના જહાજોને હોર્મુઝમાંથી બહાર નીકળવામાં સહાય કરી શકશો ? ત્યારે અમે સહાયનું વચન આપ્યું હતું. પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, 'અમે હોર્મુઝમાંથી બહાર નીકળવાનો સુરક્ષિત માર્ગ શોધી કાઢ્યો છે અને તે દ્વારા તે જહાજોને બહાર કાઢીશું સાથે તેમની બંને બાજુએ રહી અમેરિકી નૌ સેનાનાં યુદ્ધ જહાજો તેને એસ્કોર્ટ કરશે.'