કેનેડા અને મેક્સિકોને ઝટકો : અમેરિકાની 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત

January 21, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ હવે સત્તાવાર રીતે યુએસ પ્રમુખ તરીકેનો તાજ પહેરી ચુક્યા છે. ટ્રમ્પે તાજ પહેરતાની સાથે જ ઘણા ઝડપી નિર્ણયો લીધા છે. પરંતુ આ નિર્ણય દ્વારા ટ્રમ્પે પોતાના બે પાડોશી દેશો કેનેડા અને મેક્સિકોને સૌથી મોટો ઝટકો આપ્યો છે.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ઓવલ ઓફિસ પહોંચ્યા અને વર્ષ માટે પોતાનું વિઝન રજૂ કર્યું. આ વિઝનમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ઇચ્છે છે કે વિશ્વ તેમને શાંતિ નિર્માતા તરીકે યાદ કરે. તેમણે કહ્યું કે મેં શપથ લેતાની સાથે જ હવે અમેરિકાના પતનનો યુગ સમાપ્ત થઈ ગયો છે પરંતુ હવે અમેરિકાના વિકાસની વાર્તા અહીંથી શરૂ થાય છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ એક એવું અમેરિકા બનાવવા માગે છે જે અન્ય દેશો કરતા ઘણું આગળ હોય. તે અમેરિકાને ફરીથી સમૃદ્ધ, વિકસિત અને મહાન બનાવવા માંગે છે. પરંતુ અમેરિકાની પ્રગતિ માટે તેણે પહેલા કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવાની વાત કરી હતી.