દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર રિટાયર્ડ જજોનો કબ્જો', ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
December 02, 2023

નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રિટાયર્ડ જજોએ દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર પોતાનો કબ્જો કરી રાખ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અન્ય યોગ્ય લોકોને અહીં તક આપવામાં નથી આવી રહી. હવે સમય આવી ગયો છે જ્યારે આપણને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે અને જરૂરી બદલાવ કરવાની જરૂર છે. અને જરૂર પડે તો કાયદો બનાવીને આ બદલાવ કરવામાં આવે.
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ ઓર્બિટેશનમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, કોઈ પણ દેશમાં અથવા કોઈ અન્ય વ્યવસ્થામાં રિટાયર્ડ જજોની મધ્યસ્થા પર એટલી મજબૂત પકડ નથી જેટલી આપણા દેશમાં છે. ઉપરાષ્ટ્રપતિએ કાર્યક્રમ દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, એક વ્યક્તિ આ દેશના ન્યાયતંત્રમાં મોટા બદલાવ કરી રહ્યા છે અને તે દેશના ચીફ જસ્ટિસ છે. CJI DY ચંદ્રચુડ પણ આ કાર્યક્રમમાં હાજર હતા અને તેમના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે મધ્યસ્થતા પ્રણાલીમાં વિવિધતાનો અભાવ છે અને રિટાયર્ડ જજોએ આ ક્ષેત્ર પર પોતાનો દબદબો બનાવી રાખ્યો છે.
તેના પર ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, હું તેના માટે તેમને (ચીફ જસ્ટિસ)ને સલામ કરું છું. તેમણે કહ્યું કે, બીજા યોગ્ય ઉમેદવારોને નજરઅંદાજ કરવામાં આવે છે અને ઓલ્ડ બોયઝ ક્લબ માનસિકતા મધ્યસ્થતા પર હાવી છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, CJIનું આ નિવેદન લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે અને તેનાથી મધ્યસ્થતા પ્રક્રિયામાં મજબૂતી આવશે. ભારતમાં પર્યાપ્ત સંખ્યામાં યોગ્ય લોકો છે પરંતુ મધ્યસ્થતા વ્યવસ્થામાં તેમને ચૂંટવામાં નથી આવતા.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025