અમેરિકામાં સાઉથ કેરોલિનામાં અંધાધૂંધ ગોળીબાર, 11ની હાલત ગંભીર, હુમલાખોર ફરાર
May 26, 2025
અમેરિકામાં રવિવારે રાત્રે અચાનક અંધાધૂધ ગોળીબાર થતાં 11 લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતાં. સાઉથ કેરોલિનાના બીચ ટાઉનમાં આ ઘટના બની હતી. આ ઘટનાના 90 મિનિટ બાદ પોલીસે વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. હુમલાખોર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયાની માહિતી મળી રહી છે.
હોરી કાઉન્ટી પોલીસે જણાવ્યા પ્રમાણે, લીટલ રિવરમાં રવિવારે રાત્રે 9.30 વાગ્યે આ દુર્ઘટના બની હતી. મોટાભાગના ઈજાગ્રસ્તો ખાનગી વાહનોમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જો કે, પોલીસે અંધાધૂધ ગોળીબારમાં ઘાયલોની સ્થિતિ વિશે કોઈ માહિતી આપી ન હતી.
ઓથોરિટીએ હજી સુધી આ હુમલાના શંકાસ્પદ આરોપી વિશે જાણકારી આપી નથી. આ ગોળીબાર એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો કે, પછી વધુ હુમલાખોરો સામેલ હોવાની પણ હાલ જાણકારી મળી નથી. હુમલા પાછળનું કારણ પણ જાણી શકાયુ નથી. ઈન્ટ્રાકોસ્ટલ વોટરવે નજીક રહેણાંક વિસ્તારમાં ગોળીબાર થયો હતો. વીડિયો ફૂટેજમાં વિસ્તારમાં ડઝનથી વધુ પોલીસ તૈનાત થઈ છે. મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ પણ જોવા મળી હતી.
Related Articles
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026