T 20 World Cup માટે ભારતીય ટીમમાં થઇ શકે છે ફેરફાર

September 17, 2022


ટી 20 વર્લ્ડ કપ 2022 પહેલાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા વિરૂદ્ધ સિરીઝ રમવાની છે. ટી20 વર્લ્ડકપની તૈયારીઓની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા વિરૂદ્ધ સીરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ થવાની છે. આ બંને જ સીરીઝ બાદ ટીમ ઇન્ડીયામાં મોટા ફેરફાર થઇ શકે છે.
ભારતના સ્ટાર બોલર મોહમંદ શમીને ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમને સ્ટેન્ડબાઇ પ્લેયર્સમાં રાખવામાં આવ્યા છે. પરંતુ જો શમી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા વિરૂદ્ધ સીરીઝમાં સારું પ્રદર્શન કરે છે, તો તેમને મેન સ્ક્વોડમાં સ્થાન મળી શકે છે. શમી ડેથ ઓવર્સમાં ખૂબ જ શાનદાર બોલીંગ કરે છે. તેમની પાસે તે આવડત છે કે તે કોઇપણ પિચ પર વિકેટ લઇ શકે. મોહમંદ શમીએ ભારત માટે 17 ટી20 મેચોમાં 18 વિકેટ લીધી છે.
આઇસીસીના નિયમ અનુસાર ટૂર્નામેન્ટ શરૂ થવાના એક અઠવાડિયા પહેલાં સુધી તમામ ટીમો પોતાના મેન સ્ક્વોડની રિઝર્વ ખેલાડીઓ સાથે રિપ્લેસ કરી શકે છે. એવામાં સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ ટી20 સીરીઝ મોહમંદ શમીના કેરિયર માટે સંજીવની બૂંટી સાબિત થઇ શકે છે. 

સિલેક્ટર્સે ટી20 વર્લ્ડકપ માટે ફક્ત ચાર જ ફાસ્ટ બોલરોને સ્થાન મળ્યું છે. તેમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલને તક આપવામાં આવી છે. પાંચમા ફાસ્ટ બોલર માટે કેપ્ટન રોહિત શર્મા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ઉપયોગ કરી શકે છે. એશિયા કપમાં મોહમંદ શમી ન હોવાના કારણે સિલેક્ટર્સને ટીકાનો શિકાર થવું પડ્યું હતું.