રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાર સ્વિકારી, રાજ્યપાલ કલરાજ મિશ્રાને આપ્યું રાજીનામું

December 03, 2023

અશોક ગેહલોતે કહ્યું, અમે જનાદેશનું સન્માન કરીએ છીએ
રાજસ્થાનમાં ભાજપ 115, કોંગ્રેસ 67 બેઠકો પર આગળ


દિલ્હી- રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર સ્વીકારી લીધી છે અને તેઓ રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધું. ગેહલોતે કહ્યું કે “અમે જનાદેશનું સન્માન કરીએ છીએ”.


રાજસ્થાનમાં પીએમ મોદીના ફેસ સાથે મોટી લીડ સાથે રાજસ્થાનમાં જીત મેળવી છે. રાજસ્થાનમાં ભાજપ બંપર બેઠકો સાથે સરકાર બનાવતી નજરે પડી રહી છે. રાજસ્થાનની 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, તેમાં ભાજપ 115થી વધુ બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 67 બેઠકો પર આગળ છે. બહુમતી માટે 100 જીતવી જરૂરી છે. ત્યારે ભાજપ બહુમતીના આંકડાને પાર કરી ચૂકતા સ્પષ્ટ પરિણામ નજરે પડ્યું છે.


રાજસ્થાનમાં ગેહલોતનો જાદુ ના ચાલ્યો અને કમળ ખીલ્યું છે. હાલ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને અશોક ગેહલોત મુખ્યમંત્રી છે. રાજસ્થાનની 15મી વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ પરિણામો બાદ આજે રાજીનામું ધર્યું છે. સરદારપુરા બેઠકથી અશોક ગેહલોતની જીત થઈ છે.