ચીનની મોટી જાહેરાત: 53 દેશો માટે 'ઝીરો ટૅરિફ', આ નિર્ણયથી બદલાશે ગ્લોબલ બિઝનેસની રમત
April 03, 2026
દુનિયામાં જ્યાં એક તરફ વેપારી તણાવ વધી રહ્યો છે અને ઘણા દેશો આયાત શુલ્ક (ટૅરિફ) વધારવાની નીતિ અપનાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને જાહેરાત કરી છે કે તે 1 મે 2026થી પોતાની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા 53 આફ્રિકન દેશો માટે તમામ આયાત શુલ્ક (ટૅરિફ) સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે. આ નિર્ણય હેઠળ આ દેશોમાંથી આવતી લગભગ તમામ પ્રોડક્ટ્સ- પછી તે કૃષિ, ખાણકામ કે ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલી હોય, હવે ચીનમાં કોઈપણ ટૅરિફ વગર એન્ટ્રી કરી શકશે. જેનાથી આફ્રિકન દેશો માટે વિશ્વના બીજા સૌથી મોટા ઉપભોક્તા બજારમાં પોતાનો હિસ્સો વધારવો ઘણો સરળ બની જશે.
જો કે આ યાદીમાંથી એક આફ્રિકન દેશને બહાર રાખવામાં આવ્યો છે. Eswatini(ઈસ્વાતિની)ને આ યોજનાનો લાભ નહીં મળે, કારણ કે તે તાઇવાન સાથે રાજદ્વારી સંબંધો ધરાવે છે. ચીન લાંબા સમયથી ‘વન ચાઇના પોલિસી’નું સમર્થન કરે છે અને તાઇવાનને પોતાનો હિસ્સો માને છે. એવામાં જે દેશો તાઇવાન સાથે સત્તાવાર સંબંધો ધરાવે છે, તેમને આ પ્રકારની આર્થિક રાહતોથી દૂર રાખવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું માત્ર વ્યાપારિક જ નહીં પરંતુ વ્યૂહાત્મક પણ છે. ચીન આફ્રિકામાં પોતાનો પ્રભાવ સતત વધારી રહ્યું છે, પછી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હોય, રોકાણ હોય કે સંસાધનો સુધી પહોંચ હોય. હવે ટૅરિફ હટાવવાથી આફ્રિકન દેશોનો ઝુકાવ ચીન તરફ વધુ વધી શકે છે.

Related Articles
અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2 ફાઇટર જેટ વચ્ચે હવામાં ભયાનક ટક્કર, ચારેય ક્રૂ સભ્યો સુરક્ષિત
અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2...
May 18, 2026
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચકા આવવાના કારણે ઇમારતો ધરાશાયી, 2 લોકોએ જીવ ગુમાવ્યા
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચ...
May 18, 2026
ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત કરવા ખાંડની નિકાસ પર મૂકેલા પ્રતિબંધથી નેપાળમાં સંકટ સર્જાયું
ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત ક...
May 18, 2026
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અનફ્રીઝ નહીં થાય, યુએસની 5 શરતો
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અ...
May 18, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સીઝફાયર અધ્ધરતાલ
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સી...
May 17, 2026
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુમલો, 1 ભારતીયનું મોત
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુ...
May 17, 2026
Trending NEWS
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે...
17 May, 2026
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ...
16 May, 2026