CM બધેલે PM મોદીને લખ્યો પત્ર, ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા કરી માંગ

December 03, 2023

રાયપુર- છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. બધેલે આવી એપો પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે, જે અંગે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી પોસ્ટ કરી છે.


મુખ્યમંત્રી ભુપેશ બધેલે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, વડાપ્રધાન મોદીને પત્ર લખી ઓનલાઈન બેટિંગના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલી વેબસાઈટ્સ, એપીકે, ટેલીગ્રામ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, યુઆરએલ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. ઓનલાઈન બેટિંગ, ગેમિંગ હેઠળ ગેરકાયદે જુગાર અને સટ્ટા કારોબારનો દેશવ્યાપી ફેલાઈ ગયું છે. આના સંચાલકો વિદેશોમાં બેસીને ગેરકાયદે કારોબાર કરી રહ્યા છે.


ઉલ્લેખનિય છે કે, મહાદેવ બેટિંગ એપ્સ મામલે મુખ્યમંત્રી ભુપેશ બધેલ પર આરોપ લગાવાયા હતા. તે સમયે મહાદેવ બેટિંગ એપ્સના મુખ્ય આરોપી શુભમ સોની (Shubham Soni)એ દાવો કર્યો હતો કે, દુબઈમાં જુગારનો બિઝનેસ ઉભો કરવામાં ભુપેશ બધેલે પ્રોત્સાહિત કર્યો. આ ઘટના સામે આવ્યા રાજકારણમાં ભારે હંગામો મચ્યો હતો. સોનીએ એવો પણ દાવો કર્યો હતો કે, તે તેના સહયોગીઓને મુક્ત કરવા મુખ્યમંત્રીની પાસે પણ ગયો હતો અને તે માટે કુલ 508 કરોડ રૂપિયાની ચુકવણી પણ કરી હતી.