તેલંગાણામાં કોંગ્રેસ બહુમતને પાર
December 03, 2023

તેલંગાણાની 119 વિધાનસભા બેઠકોની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં, કોંગ્રેસ 65 બેઠકો પર આગળ છે, સત્તાપક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) 40, ભાજપ 9 અને AIMIM 4 બેઠકો પર આગળ છે. તેલંગાણાના CM કે ચંદ્રશેખર રાવ કામારેડ્ડી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. અહીં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડી લગભગ 1700 મતોથી આગળ છે.
જો કે, કે ચંદ્રશેખર રાવ (KCR) તેમની પરંપરાગત બેઠક ગજવેલથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદની જ્યુબિલી હિલ્સથી પાછળ છે. ગોસમહલથી બીજેપીનો હિંદુ ચહેરો ટી રાજા સિંહ 4 હજાર મતોથી આગળ છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી ચંદ્રયાનગુટ્ટા સીટ પરથી આગળ ચાલી રહ્યા છે.
તેલંગાણામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીના ઘરે ઉજવણી ચાલુ છે. વલણો સ્પષ્ટ થયા પછી, તેલંગાણાના DGP અંજની કુમાર અને CIDના એડિશનલ DGP રેડ્ડીને મળવા તેમના ઘરે પહોંચ્યા. જો કે રેડ્ડી હજુ સુધી કોઈ પદ પર નથી, પરંતુ સરકારી અધિકારીઓએ તેમના ઘરે જઈને તેમને અભિનંદન પાઠવ્યા છે. માનવામાં આવે છે કે રેડ્ડી CM બનશે.
આ તરફ હૈદરાબાદમાં હોટેલ તાજ ક્રિષ્નાની બહાર ત્રણ લક્ઝરી બસો લગાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બસો કોંગ્રેસની હોઈ શકે છે. કોંગ્રેસ પાર્ટીએ જીત બાદ તમામ ધારાસભ્યોને અહીં બોલાવ્યા છે. હોર્સ ટ્રેડિંગના ડરથી પાર્ટી ધારાસભ્યોની વાડાબંધી કરવાની તૈયારી કરી રહી છે. ધારાસભ્યોને બેંગલુરુ મોકલી શકાય છે.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025