કોંગ્રેસે શેર કર્યું 'મોદી ગાયબ'નું પોસ્ટર
April 29, 2025
કોંગ્રેસે પહલગામ હુમલા અંગે એક તસવીર શેર કરી છે જેનાથી રાજકીય હોબાળો મચી ગયો છે. પાર્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટરમાં લખ્યું છે, 'જવાબદારીના સમયે- Gayab'. આ પોસ્ટ પર બીજેપીએ જવાબ આપ્યો હતો કે, 'કોંગ્રેસ સીધા પાકિસ્તાન પાસેથી આદેશ લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાન ડીપસ્ટેટની આતંકની ટૂલકીટ બની ગઈ છે.'
આ મામલે ભાજપના સાંસદે અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'કોંગ્રેસ અને તેના નેતાઓની એવી શું મજબૂરી છે કે પાકિસ્તાનના પક્ષમાં બોલવું જરૂરી છે? તેઓ પાકિસ્તાનને કેમ ટેકો આપી રહ્યા છે? શું તેઓ ભારતીયોને લોહી વહેતા જોઈને ગુસ્સે નથી થતા?'
ભાજપના સાંસદે આ અંગે વધુમાં કહ્યું કે, 'તેમના નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સૈફુદ્દીન સોઝે અમને કહ્યું હતું કે પાકિસ્તાનનું સાંભળો અને પાકિસ્તાનને પાણી પૂરું પાડવાનું બંધ ન કરો. કોંગ્રેસ કોની સાથે ઉભી છે? ભારતની કે પાકિસ્તાનની? જ્યારે ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, ત્યારે કોંગ્રેસ પ્રશ્નો ઉભા કરે છે. હવે કોંગ્રેસનો પાકિસ્તાન તરફી ચહેરો ખુલ્લો પડી ગયો છે.
આ ઉપરાંત ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'કોંગ્રેસે જે રીતે 'સર તન સે જુદા' ની તસવીરનો ઉપયોગ કર્યો છે, તેમાં હવે કોઈ શંકા નથી કે આ માત્ર રાજકીય નિવેદન નથી. આ મુસ્લિમ વોટ બેન્ક મેળવવાનો પ્રયત્ન છે. આ વડા પ્રધાન સામે છુપી ઉશ્કેરણી છે. આ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસે આવી રણનીતિ અપનાવી હોય.'
કોંગ્રેસની જવાબદારીના સમયે- Gayab વાળી પોસ્ટ પર અરુણાચલ પ્રદેશના સાંસદ અને સંસદીય બાબતોના મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, 'જ્યારે આપણા વડા પ્રધાન આતંકવાદ સામેની લડાઈનું મજબૂત નેતૃત્વ કરી રહ્યા છે, તો પછી કોંગ્રેસ પોતાના દેશના વડા પ્રધાન વિશે આટલી નીચી વિચારસરણી કેમ ધરાવે છે? કોંગ્રેસ કેટલી નીચે જશે?'
Related Articles
7 પૂરગ્રસ્ત રાજ્યો માટે ₹2,118 કરોડ મંજૂર કરાયા. ગુજરાત-મહારાષ્ટ્રને 500 કરોડ અને હિમાચલ-ઓડિશાને બીજો હપ્તો મળશે
7 પૂરગ્રસ્ત રાજ્યો માટે ₹2,118 કરોડ મંજ...
Aug 15, 2026
80મા સ્વાતંત્ર્ય પર્વે PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું રાષ્ટ્રને સંબોધન, 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ
80મા સ્વાતંત્ર્ય પર્વે PM મોદીએ લાલ કિલ્...
Aug 15, 2026
80મા સ્વતંત્રતા પર્વએ PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી 10 મોટી જાહેરાત
80મા સ્વતંત્રતા પર્વએ PM મોદીએ લાલ કિલ્લ...
Aug 15, 2026
'મેલોની' વાળી રમૂજ પર વિવાદ વધ્યો, વિદેશ મંત્રાલયે કહ્યું, 'વાત સન્માનપૂર્વક રજૂ થવી જોઈએ'
'મેલોની' વાળી રમૂજ પર વિવાદ વધ્યો, વિદેશ...
Aug 14, 2026
પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુરુમાં તાજ હોટેલમાં રૂમ બુક કરાવી બે દીકરીઓની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુર...
Aug 12, 2026
રાંચીમાં વિધાનસભા ઘેરાવ મામલે પોલીસની કાર્યવાહી, 100 નામજોગ સહિત 600 સામે FIR
રાંચીમાં વિધાનસભા ઘેરાવ મામલે પોલીસની કા...
Aug 12, 2026
Trending NEWS
14 August, 2026
14 August, 2026
14 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
12 August, 2026
12 August, 2026