સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો
December 22, 2025
સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાને લઈને સર્જાયેલો પારિવારિક અને ધાર્મિક વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યો છે. પિતાએ દીક્ષા અટકાવવા કરેલી અરજી બાદ સોમવારે (22મી ડિસેમ્બર) કોર્ટમાં માતાએ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે. હાલ કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેની સંમતિ વગર દીક્ષા નક્કી કરવામાં આવી છે. જોકે, આજે સુનાવણી દરમિયાન માતાએ કોર્ટમાં ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા હતા. માતાએ એવા ફોટા બતાવ્યા જેમાં ચોથી ઓક્ટોબરના રોજ આચાર્ય ભગવંત પાસે જ્યારે દીક્ષાની અનુમતિ લેવામાં આવી, ત્યારે પિતા અને તેમનો પરિવાર ત્યાં હાજર હતો. માતાની દલીલ છે કે પિતાને બધી જ જાણ હતી અને તેમની સંમતિથી જ પ્રક્રિયા આગળ વધી હતી. જો તેમને વાંધો હોત તો તેણે ત્યારે જ આચાર્ય પાસે રજૂઆત કરવી જોઈતી હતી. માતાએ રજૂ કરેલા પુરાવા સામે પિતાએ કોર્ટમાં પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, 'તે સમયે હું માત્ર પત્નીની જીદ અને દબાણને વશ થઈને આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે દીક્ષાની કોઈ તારીખ કે વિધિ નક્કી થઈ નહોતી. દીક્ષાના અંતિમ મહોત્સવ વિશે મને મોડી માહિતી મળી, જેથી બાળકીની નાની ઉંમર અને ભવિષ્યને જોતા અમે કાયદાકીય રસ્તો અપનાવ્યો છે.' ફેમિલી કોર્ટે આ મામલાની ગંભીરતાને જોતા માતાને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે દીક્ષાની કોઈ પણ વિધિ કે પ્રક્રિયા અત્યારે આગળ વધારવી નહીં. માતાએ પણ એફિડેવિટ (સોગંદનામું) રજૂ કરીને હાલ દીક્ષા મોકૂફ રાખવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે, માતાના પુરાવા અને પિતાની લાગણીઓ વચ્ચે અત્યારે સાત વર્ષની બાળકીનું ભવિષ્ય કાયદાકીય ગૂંચમાં ફસાયું છે.
Related Articles
સાણંદ નજીક દારૂ ભરેલી ટ્રક પલટી મારી: રોડ પર બોટલોનો ખડકલો થતાં લોકોએ લૂંટવા પડાપડી કરી
સાણંદ નજીક દારૂ ભરેલી ટ્રક પલટી મારી: રો...
Dec 23, 2025
થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં 'પેકેજ ઓફર', પોલીસના આંખ આડા કાન?
થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અન...
Dec 22, 2025
અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક
અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વ...
Dec 22, 2025
મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો, વીડિયો શેર કરી કહ્યું-મને બળજબરીપૂર્વક ધકેલાયો
મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાય...
Dec 22, 2025
કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત
કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝા...
Dec 22, 2025
સગી પુત્રીનું પરાક્રમ ઃ પ્રેમીને ઘેર બોલાવી પિતાની હત્યા કરાવી
સગી પુત્રીનું પરાક્રમ ઃ પ્રેમીને ઘેર બોલ...
Dec 21, 2025
Trending NEWS
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
22 December, 2025
21 December, 2025
21 December, 2025