કોમેડિયન કુણાલ કામરાએ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીથી વિવાદ
March 24, 2025
સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદમાં છે. કુણાલ કામરાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ પર મહારાષ્ટ્ર પોલિટિક્સ પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તેણે તેમનું નામ લીધા વિના મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર તીખી ટિપ્પણી કરી છે.
વીડિયો સામે આવતા જ શિવસૈનિકો ગુસ્સે થઈ ગયા અને રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અહીં શૂટ કરવામાં આવ્યો છે. દરમિયાન, કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે ફરિયાદ નોંધાવી છે.
શિવસેનાના નેતા રાહુલ કનાલે પણ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું અપમાન કરવા અને સોશિયલ મીડિયા પર સતત તેમના પર હુમલો કરવા બદલ BNSની યોગ્ય કલમો હેઠળ ખાર પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા, આદિત્ય ઠાકરે, સંજય રાઉત અને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધવાની માગ કરી હતી. કામરાએ ફિલ્મ "દિલ તો પાગલ હૈ"ના હિન્દી ગીતની તર્જ પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઝાટકણી કાઢી અને તેમને 'દેશદ્રોહી' કહ્યા. શિવસેનાના કાર્યકરોએ કામરા વિરુદ્ધ FIR નોંધવાની માગ કરી છે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026