અંદમાનના દરિયામાંથી કોસ્ટ ગાર્ડે 5500 કિલો ડ્રગ્સ કર્યુ જપ્ત, તપાસ શરૂ
November 26, 2024
ભારતીય કોસ્ટ ગાર્ડને ફરી એક વખત મોટી સફળતા મળી છે. આંદામાનના દરિયામાંથી એક માછીમારી બોટમાંથી લગભગ 5500 કિલોનો માદક દ્રવ્યોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જેની કિંમત આશરે 25,000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ બોટ કોસ્ટ ગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટના પાયલોટે રૂટીન પેટ્રોલિંગ દરમિયાન જોઈ હતી.
સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે કોસ્ટ ગાર્ડ દ્વારા પકડાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો માલ છે. આ કન્સાઈનમેન્ટ ક્યાંથી આવી રહ્યું હતું અને કોને અને ક્યાં સપ્લાય કરવાનું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં જ એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ ગુજરાતના દરિયાકાંઠે ભારતીય જળસીમામાં લગભગ 700 કિલો મેથામ્ફેટામાઈન જપ્ત કર્યું હતું અને 8 ઈરાની નાગરિકોની ધરપકડ કરી હતી. આ સિવાય ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'સાગર મંથન-4' નામનું આ ઓપરેશન ગુપ્ત માહિતી પર આધારિત હતું. નૌકાદળે દરિયાઈ પેટ્રોલિંગ એસેટ્સનો ઉપયોગ કરીને જહાજને ઓળખી અને અટકાવ્યું હતું. આ ઓપરેશન NCB, નેવી અને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026