Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને દીકરીનું નામ 'હિન્દ' રાખ્યું, કારણ જાણી ચોંકશો

March 27, 2025

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનના ઘરે દીકરીનો જન્મ થયો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાની દીકરીનું નામ 'હિન્દ' રાખ્યું છે. આ પહેલા શાહી દંપતીને બે દીકરા અને એક દીકરી પણ છે. હમદાન 2008થી દુબઈના ક્રાઉન પ્રિન્સ છે. આ સાથે જ તેઓ સંયુક્ત આરબ અમીરાતના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી પણ છે.

મીડિયા અહેવાલ પ્રમાણે શેખ હમદાને પોતાની માતા શેખા હિન્દ બિંત મક્તૂમ બિન જુમા અલ મક્તૂમના સન્માનમાં પોતાની દીકરીનું નામ 'હિન્દ' રાખ્યું છે. શેખ હમદાન દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ અને શેખા હિન્દ બિંત મક્તૂમ બિન જુમા અલ મક્તૂમના બીજા પુત્ર છે.