સગી પુત્રીનું પરાક્રમ ઃ પ્રેમીને ઘેર બોલાવી પિતાની હત્યા કરાવી
December 21, 2025
પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો
વડોદરા ઃ પાદરા તાલુકાના મહલી તલાવડી વિસ્તારમાં થયેલી કરપીણ હત્યાના બનાવનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પ્રેમ સંબંધમાં માતા અને પિતા આડખીલી બનતા સગી પુત્રીએ જ પ્રેમીને બોલાવી પિતાની હત્યા કરાવી હોવાની વિગતનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રેમી અને તેના સાગરીતની ધરપકડ કરી હતી.
પાદરા-જંબુસર રોડ પર આવેલા મહલી તલાવડી ગામમાં ગઇકાલે સવારે શનાભાઇ રાવજીભાઇ ચાવડાની તેમના ઘરની બહાર હત્યા થયેલી લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રણજીત ગજેન્દ્રભાઇ વાઘેલા સામે શંકા દ્રઢ બની હતી. થોડા દિવસ અગાઉ રણજીત મૃતક શનાભાઇની સગીર વયની દીકરીને ભગાડી જતા તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર છૂટ્યા પછી પણ તે સગીર દીકરી સાથે પ્રેમસબંધમાં હતો. દરમિયાન મૃતક શનાભાઈ અને રણજીત વાઘેલા વચ્ચે ઝઘડો થતા રણજીત વાઘેલાએ બદલો લેવાનું નક્કી કર્યુ હતું.
પોલીસે રણજીતની પૂછપરછ કરતાં શરૂઆતમાં તેણે ગુનામાં સંડોવણી નકારી હતી, પરંતુ બાદમાં તે તૂટી પડયો અને તેણે પોતાના સાગરીત ભવ્ય મહેશભાઇ વસાવા (ઉ.વ.23, રહે.પાદરા ) સાથે મળીને શનાભાઇની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે પ્રેમસંબંધમાં સગીર વયની દીકરીએ જ માતા-પિતા આડખીલી બનતા હોવાથી ત્રણ માસથી હત્યાનો પ્લાન તેણે ઘડયો હતો.
ગત તા.18 ડિસેમ્બરના રોજ સગીરાએ માતા અને પિતા શનાભાઇના જમવામાં ઊંઘની ગોળીઓ નાખી દીધા બાદ ફોન કરીને પ્રેમી રણજીતને બોલાવ્યો હતો. પ્લાન મુજબ રણજીત પોતાના મિત્ર ભવ્ય સાથે રાત્રિના સમયે શનાભાઇના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘરની બહાર સૂઈ રહેલા શનાભાઇની છાતીમાં તિક્ષ્ણ ચાકૂના ત્રણ ઘા મારી કરપીણ હત્યા કરી બંને ફરાર થઈ ગયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, જે સમયે રણજીત શનાભાઇ પર ઘાતક હુમલો કરી રહ્યો હતો, તે સમયે સગીર દીકરી ઓરડીની બારીમાંથી પોતાના પિતાની હત્યા નજરે જોઈ રહી હતી. પોલીસે રણજીત ગજેન્દ્રભાઇ વાઘેલા (ઉ.વ. 24૪, રહે. મહલી તલાવડી, પાદરા-જંબુસર રોડ) તથા તેના સાગરીત ભવ્ય મહેશભાઇ વસાવાની ધરપકડ કરી મૃતકના ઘરમાંથી ઊંઘની ગોળીઓ પણ જપ્ત કરી છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026