નાઈજીરિયાના ત્રણ ગામોમાં મોતનો તાંડવ, અંધાધૂંધ ગોળીબારમાં 30ના મોત
February 15, 2026
બાઈક પર સવાર બંદૂકધારીઓ આધુનિક હથિયારો સાથે ત્રાટક્યા, અનેકના ગળા કાપ્યા, ઘરોમાં આગચંપી
નાઈજીરિયા- પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરિયામાં ફરી એકવાર આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે. ઉત્તરી નાઇજીરિયાના નાઇજર રાજ્યના બોરગુ વિસ્તારમાં બાઈક પર આવેલા બંદૂકધારીઓએ ત્રણ અલગ-અલગ ગામોમાં હુમલો કરી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકોના ગળા કાપી નાખવામાં આવ્યા હોવાની ભયાનક વિગતો સામે આવી રહી છે.
શનિવારે (14મી ફેબ્રુઆરી) સવારે બાઈક પર સવાર બંદૂકધારીઓ આધુનિક હથિયારો સાથે ત્રાટક્યા હતા. હુમલાની શરૂઆત તુંગા-મેકેરી ગામથી થઈ હતી, જ્યાં હુમલાખોરોએ ઘરોને આગ ચાંપી દીધી અને ઓછામાં ઓછા 6 લોકોની હત્યા કરી હતી. આ સાથે જ અનેક લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હુમલાખોરોએ કોંકોસો ગામમાં સૌથી વધુ તબાહી મચાવી છે. વહેલી સવારથી શરૂ થયેલા અંધાધૂંધ ગોળીબારમાં આશરે 26થી વધુ લોકોના મોત થયા છે. આતંકીઓએ અહીંની પોલીસ ચોકીને પણ ફૂંકી મારી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, જ્યારે આ હુમલો થયો ત્યારે સુરક્ષા કર્મચારીઓની સંખ્યા ઓછી હતી, જેના કારણે આતંકીઓ બેફામ બનીને આતંક મચાવતા રહ્યા હતા.
નોંધનીય છેકે, અત્યાર સુધીમાં 30થી વધુ મૃતદેહો મળ્યા છે, હજુ વધુ લોકો ગુમ હોવાથી આ આંકડો વધવાની ભીતિ છે. ખંડણી વસૂલવા માટે આતંકીઓએ ડઝનબંધ ગ્રામજનોનું અપહરણ કર્યું છે. અનેક રહેણાંક મકાનો અને સરકારી મિલકતોને આગ લગાડી રાખ કરવામાં આવી છે.
Related Articles
માત્ર 100 કલાકમાં અબજો સ્વાહા! ઈરાન પર હુમલાના પહેલા જ તબક્કામાં અમેરિકાને હજારો કરોડનો ખર્ચ
માત્ર 100 કલાકમાં અબજો સ્વાહા! ઈરાન પર હ...
Mar 09, 2026
'આંતરરાષ્ટ્રીય કાયદાનો અંત...', અમેરિકા-ઈઝરાયલ પર રશિયા ભડક્યું, બોલાવી P-5 દેશોની બેઠક
'આંતરરાષ્ટ્રીય કાયદાનો અંત...', અમેરિકા-...
Mar 09, 2026
સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીય સહિત 2ના મોત
સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલામાં...
Mar 09, 2026
ચીનના સૂર બદલાયા, કહ્યું - ભારત અમારો 'હરીફ' નહીં 'ભાગીદાર'
ચીનના સૂર બદલાયા, કહ્યું - ભારત અમારો 'હ...
Mar 08, 2026
'અમે જીતી ગયા છીએ, હવે મદદની જરૂર નથી ઃ ટ્રમ્પે મજાક ઉડાડી
'અમે જીતી ગયા છીએ, હવે મદદની જરૂર નથી ઃ...
Mar 08, 2026
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે MIBનો BARCને નિર્દેશ, ન્યૂઝ ચેનલની TRP રિપોર્ટીંગ પર રોક
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે MIBનો BARCને નિર...
Mar 07, 2026
Trending NEWS
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
07 March, 2026