દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ અને વધતા પ્રદૂષણને કારણે જનજીવન ભારે ખોરવાયું

December 29, 2025

દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ અને વધતા પ્રદૂષણને કારણે જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. રવિવાર મોડી રાતથી રાજધાની અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસની જાડી ચાદર છવાઈ ગઈ છે જેના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ તો વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે.