પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી
June 25, 2026
USAના ટેક્સાસ સ્થિત હ્યુસ્ટન સ્ટેડિયમ ખાતે રમાયેલી FIFA વર્લ્ડ કપ 2026ની રોમાંચક મેચમાં પોર્ટુગલે શાનદાર પ્રદર્શન કરતા ઉઝબેકિસ્તાનને 5-0ના મોટા અંતરથી હરાવ્યું છે. આ મેચમાં પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બે શાનદાર ગોલ કરીને ટીમની જીતમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ મેળવ્યો હતો. આ ધમાકેદાર જીત સાથે જ ગ્રુપ K સ્ટેજમાં હવે પોર્ટુગલના કુલ 4 પોઈન્ટ્સ થઈ ગયા છે.
મેચની મહત્ત્વની મિનિટો અને આંકડા:
પોર્ટુગલે મેચની શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું હતું અને ફર્સ્ટ હાફના અંત સુધીમાં ટીમ 3-0થી આગળ હતી.
• 06મી મિનિટ: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચનો પ્રથમ અને પોતાનો પર્સનલ પહેલો ગોલ કરીને પોર્ટુગલને 1-0ની લીડ અપાવી.
• 17મી મિનિટ: નુનો મેન્ડિસે શાનદાર ફિલ્ડ ગોલ કરીને સ્કોર 2-0 કર્યો.
• 39મી મિનિટ: રોનાલ્ડોએ મેચમાં પોતાનો બીજો ગોલ ફટકકારીને ટીમને 3-0ની મજબૂત સ્થિતિમાં લાવી દીધી. (રોનાલ્ડો ફર્સ્ટ હાફમાં હેટ્રિક કરવાની ખૂબ જ નજીક હતા, પરંતુ ડિફેન્ડર્સે ગોલ લાઇન પરથી બોલ રોકી લીધો હતો).
• 60મી મિનિટ: ઉઝબેકિસ્તાનના ગોલકીપર અબ્દુવોહિદ નેમાતોવ દ્વારા ઓન-ગોલ થતાં પોર્ટુગલની લીડ 4-0 થઈ.
• 87મી મિનિટ: રાફેલ લેઆઓ એ મેચનો છેલ્લો અને પાંચમો ગોલ કરીને ઉઝબેકિસ્તાન સામે 5-0થી ઐતિહાસિક જીત સુનિશ્ચિત કરી.
રોનાલ્ડોએ રચ્યો નવો ઈતિહાસ: તોડ્યો મેસ્સીનો રેકોર્ડ
આ મેચ દરમિયાન 41 વર્ષના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફૂટબોલ જગતમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. તે વિશ્વનો એવો પ્રથમ ખેલાડી બની ગયો છે જેણે 6 અલગ-અલગ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ગોલ નોંધાવ્યો હોય. આ સાથે જ તેણે લિયોનેલ મેસ્સીના વર્લ્ડ કપ રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. ગોલ કર્યા બાદ રોનાલ્ડોએ પોતાની આગવી 'SIUUU' સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું અને સાથી ખેલાડીઓ સાથે ખુશી વ્યક્ત કરી હતી.
પોર્ટુગલની અગાઉની મેચ કોંગો સામે રમાઈ હતી, જે 1-1થી ડ્રો રહી હતી. તે મેચમાં રોનાલ્ડો ખાસ કંઈ પ્રદર્શન કરી શક્યો નહોતો, જેને પગલે કેટલાક વિવેચકોએ તેને સ્ટાર્ટિંગ ઈલેવનમાં રાખવા સામે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, આ મેચમાં બે ગોલ ફટકારીને રોનાલ્ડોએ તમામ ટીકાકારોના મોં બંધ કરી દીધા છે.
Related Articles
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી શ્રેયસ ઐયરે રચ્યો ઇતિહાસ, ટોપ 4માં 3 ખેલાડી ભારતના
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી...
Oct 14, 2026
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14 રને શાનદાર જીત, અર્શદીપ-અભિષેક મેચના હીરો
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14...
Oct 12, 2026
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ જાહેર કરી, ધુરંધર બેટરની ફરી વાપસી
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ...
Oct 12, 2026
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026
21 October, 2026
21 October, 2026