ફિલિપાઈન્સમાં ડીઝલ 81% મોંઘું, US-કેનેડામાં પણ ભાવવધારો
March 30, 2026
અમેરિકા-ઈરાન યુદ્ધની શરૂઆતથી જ દુનિયા ગંભીર પરિણામો ભોગવી રહી છે. દરેક પસાર થતા દિવસ સાથે ગ્લોબલ ટેન્શન વધતું જઈ રહ્યું છે. મધ્ય પૂર્વનું આ યુદ્ધ હવે પાંચમા સપ્તાહમાં પ્રવેશી ચક્યું છે અને પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિતના તમામ દેશોમાં તેલ-ગેસ સંકટ ઘેરાયું છે. આ દરમિયાન ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અચાનક મોટો વધારો કરવામાં આવ્યો છે. જો ડીઝલની વાત કરીએ તો, તેની કિંમતોમાં માત્ર યુદ્ધ દરમિયાન જ 81% સુધીનો વધારો જોવા મળ્યો છે. આવો જાણીએ ક્યાં કેટલું મોંઘું થયું ડીઝલ?
વૈશ્વિક ઈંધણ સંકટ સતત વધી રહ્યું છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી તેલ બજારોમાં ઉથલપાથલ ઓછું થવાનું નામ નથી લઈ રહી. ક્રૂડની કિંમતમાં સોમવારે ફરી એકવાર અચાનક મોટો ઉછાળો આવ્યો છે અને Brent Crude Price 116 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. સતત ક્રૂડના ભાવમાં વધારાની અસર ઘણા દેશોમાં જોવા મળી છે અને પેટ્રોલના ભાવ વધવાની સાથે ડીઝલની કિંમતોમાં તો 81% સુધીની વૃદ્ધિ થઈ છે.
અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર પહેલીવાર ગત 28 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈક કરી હતી, જેના જવાબમાં ઈરાને પણ જોરદાર મિસાઈલ એટેક કર્યા અને યુદ્ધ વધતું ગયું, જે અત્યાર સુધી ચાલુ છે. આ યુદ્ધમાં હોર્મુઝ બંધ થવા અને તેલના ટેન્કરો પર એટેકને કારણે કાચા તેલની કિંમતોમાં ઝડપથી વધારો થયો અને ક્રૂડ ઓઈલની કિંમત આસમાને પહોંચી ગઈ. ખરેખર પેટ્રોલ અને ડીઝલ કાચા તેલમાંથી રિફાઈન થાય છે, એવામાં ક્રૂડ મોંઘું થવાને કારણે ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં ભારે વધારો થયો છે અને તેના ભાવ વધારી દેવામાં આવ્યા છે.
એનર્જી સપ્લાય ચેઈનમાં અડચણ આવતા તેલ બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ બનેલો છે અને તેનાથી દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ પ્રભાવિત દેખાઈ રહી છે. કાચા તેલની કિંમતોમાં ઉછાળાથી વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આનાથી મોંઘવારીનો ખતરો પણ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન, ફિલિપાઈન્સ, નાઈજીરિયા જેવા દેશોમાં તો હાલત અતિ ખરાબ છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026