Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ડોનાલ્ડ ટ્રમ્પની 41 દેશો પર ટ્રાવેલ બૅન મૂકવાની તૈયારી, ભારતના પાડોશીઓનું ટેન્શન વધ્યું

March 15, 2025

એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 41 દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ(Travel Ban) મૂકવાની યોજના અંગે વિચારી રહ્યા છે. આ પ્રસ્તાવિત નીતિ ખાસ કરીને ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમારને અસર કરી શકે છે. 

ટ્રમ્પની આ નીતિ 20 જાન્યુઆરીએ દ્વારા જારી કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરનો એક ભાગ છે જેમાં વિદેશી નાગરિકો માટે કડક સુરક્ષા તપાસ ફરજિયાત કરવામાં આવી હતી. આ આદેશમાં ઘણા કેબિનેટ અધિકારીઓને 21 માર્ચ સુધીમાં એવા દેશોની યાદી સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જ્યાં અપર્યાપ્ત તપાસ અને સ્ક્રિનિંગ પ્રક્રિયાઓને કારણે મુસાફરી પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ મૂકવો જોઈએ.

અહેવાલ અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ટ્રમ્પ દ્વારા આ પગલું ભરવામાં આવી શકે છે. જોકે હજુ સુધી 41 દેશોની યાદીને ફાઈનલ ટચ નથી અપાયો અને તેમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ યાદીને હજુ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની સહમતિની સાથે વહીવટી મંજૂરીની જરૂર પડશે.

ભારતના કયા કયા પાડોશીને યાદીમાં સામેલ કરવામાં આવી શકે? 

આ પ્રસ્તાવિત પ્રતિબંધની સૌથી મોટી અસર ભારતના પડોશી દેશો ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનને સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે પાકિસ્તાનને પણ આ યાદીમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આનાથી આવા  દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ કરવો મુશ્કેલ બની શકે છે. તેનાથી અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અને સ્પેશિયલ ઇમિગ્રન્ટ વિઝા (SIV) ધારકો પર મોટી અસર પડી શકે છે જે તાલિબાન સત્તામાં આવ્યા બાદ અમેરિકા પહોંચ્યા હતા. જોકે એવી પણ ચર્ચા છે કે અમેરિકાનો વિદેશ મંત્રાલય SIV ધારકોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.