અમેરિકામાં હવેથી ડૉલરની નોટો પર ડોનલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર
March 28, 2026
અમેરિકામાં ડૉલરની નોટોમાં અત્યાર સુધી નાણાપ્રધાન અને ટ્રેઝરરના હસ્તાક્ષર આવે છે, પણ અમેરિકા એની સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠે આ પ્રથા બદલવા જઈ રહ્યું છે અને જૂન મહિનામાં આવનારી ૧૦૦ ડૉલરની નોટ પર પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર જોવા મળશે. અમેરિકન ઇતિહાસમાં આ પહેલી વાર બનશે કે કોઈ વર્તમાન પ્રેસિડન્ટની સહી જોવા મળશે.
ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર જૂન ૨૦૨૬થી ૧૦૦ ડૉલરની જે નોટ છાપવામાં આવશે એમાં પ્રેસિડન્ટ ટ્રમ્પ અને નાણાપ્રધાન સ્કૉટ બેસેન્ટના હસ્તાક્ષર હશે. અત્યાર સુધી નોટો પર ફક્ત નાણાપ્રધાન અને યુનાઇટેડ સ્ટેટ્સના ટ્રેઝરરના હસ્તાક્ષર હતા. હવે ટ્રેઝરરના હસ્તાક્ષર દૂર કરવામાં આવશે. અમેરિકામાં ૧૮૬૧થી ચલણી નોટ છાપવામાં આવે છે અને ૧૬૫ વર્ષથી ચાલી આવતી જૂની પરંપરાને દેશની સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણી માટે બદલવામાં આવી રહી છે.
નવી ૧૦૦ ડૉલરની નોટો જૂનમાં છાપવાનું શરૂ થશે, જેમાં ટ્રમ્પ અને સ્કૉટ બેસેન્ટના હસ્તાક્ષર હશે. બાદમાં અન્ય મૂલ્યોની નોટો પણ આવી જ રીતે છાપવામાં આવશે. સ્કૉટ બેસેન્ટે જણાવ્યું હતું કે ‘ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા આર્થિક મજબૂતાઈ તરફ આગળ વધી રહ્યું છે. ડૉલર પર તેમનું નામ લખવું એ દેશની સિદ્ધિઓને યાદ કરવાની એક અદ્ભુત રીત છે.’
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026