DRI એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 47 કરોડ કિંમતનું ડ્રગ્સ જપ્ત કરતા ખળભળાટ, 5 મુસાફરોની કરાઇ ધરપકડ

November 01, 2025

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી કાર્યવાહી હાથ ધરી, જેમાં 47 કરોડ કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ કોફી પેકેટમાં છુપાયેલ 4.7 કિલોગ્રામ કોકેન જપ્ત કર્યું. એરપોર્ટમાંથી ડ્રગ્સની દાણચોરી કરવામાં મદદ કરનારા બે મુસાફરો અને ત્રણ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી. NDPS એક્ટ હેઠળ તમામ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

DRI ને માહિતી મળ્યા બાદ બાદ દરોડો પાડ્યો, પાંચ આરોપીઓની ધરપકડ કરી, અને ₹47 કરોડ કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યા હતું. અગાઉ, 25 થી 28 ઓક્ટોબર દરમિયાન, કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પર એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ₹૧૨ કરોડના ડ્રગ્સ અને ઇલેક્ટ્રોનિક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને નવ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓની સતર્કતા અને ગુપ્ત માહિતીના કારણે દાણચોરોના પ્લાન નિષ્ફળ ગયા હતા.