મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર, વસઈમાં 2 કાર તણાઈ, 5 દિવસ હાઇ ઍલર્ટ
July 02, 2026
મુંબઈ : મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈ, ઠાણે, ભિવંડી અને વસઈ-વિરાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક જગ્યાએ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદનું હાઇ ઍલર્ટ જાહેર કર્યું છે.
ભિવંડીમાં રસ્તાના અધૂરા કામ અને ખાડાઓમાં પાણી ભરાવાને કારણે મુંબઈ-નાસિક હાઇવે પર 7થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ટ્રક, બસ અને પ્રાઇવેટ વાહનો 2થી 3 કલાક સુધી જામમાં ફસાયેલા રહ્યા હતા. બીજી તરફ વરસાદ વચ્ચે ગુરુવારે બપોરે 1:54 વાગ્યે હાઇ ટાઇડ આવવાની હોવાથી મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા વધી ગઈ છે.
વસઈના વાઘરાલ પાડા વિસ્તારમાં પહાડી વિસ્તારમાંથી આવેલા પાણીના જોરદાર પ્રવાહમાં 2 કાર તણાઈ ગઈ હતી, જેમાં ચાલકે કૂદીને જીવ બચાવ્યો હતો. નવી મુંબઈના પનવેલમાં એક બિલ્ડિંગના ફ્લેટમાં બેડરૂમનો સ્લેબ તૂટી પડતાં 45 વર્ષના પિતાનું મોત થયું છે, જ્યારે તેમની 12 વર્ષની દીકરી ગંભીર રીતે ઘાયલ થઈ છે.
જોગેશ્વરી પશ્ચિમમાં એક મોટું ઝાડ રોડ પર પડતાં એક ટેમ્પો અને વીજળીનું મીટર બોક્સ તૂટી ગયું હતું. આ સિવાય ભિવંડીના ટેંભવલી-ખારબાવ રોડ પર શોર્ટ સર્કિટના કારણે હાઇ વોલ્ટેજ વીજ લાઇનનો તાર તૂટીને પાણી ભરેલા રોડ પર પડ્યો હતો, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે ઉલ્હાનગરની જીજામાતા કોલોનીમાં ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ જતાં ભારે નુકસાન થયું છે.
હવામાન વિભાગે મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પ્રશાસને લોકોને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પરિસ્થિતિને જોતાં બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયા હોય તેવા વિસ્તારોથી દૂર રહેવા અને વીજળીના થાંભલાઓથી સાવધ રહેવા અપીલ કરી છે.
Related Articles
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026