ભારે હિમવર્ષાના કારણે મનાલીમાં ટ્રાફિક જામ, 1000થી વધુ ગાડીઓ ફસાઈ

December 24, 2024

વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે. 10 દિવસ બાદ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષની શરૂઆત અને ક્રિસમસની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ હાલમાં પહાડો તરફ જઈ રહ્યા છે, પરંતુ હિમાચલ પ્રદેશના મનાલીમાં વાતાવરણ કંઈક અલગ જ પ્રકારનું છે.

મનાલીના સોલંગ નાલાથી અટલ ટનલ સુધી 1000થી વધુ વાહનો ટ્રાફિકજામમાં ફસાયા છે. ડીએસપી મનાલી, એસડીએમ મનાલી અને એસએચઓ મનાલી પોલીસ ટીમ સાથે સ્થળ પર છે અને ટ્રાફિક હટાવવામાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે હિમાચલના ઘણા જિલ્લાઓમાં હવામાન ખૂબ જ ખરાબ છે.

આ સમયે ભારે હિમવર્ષા અને વરસાદ છે. ઘણી જગ્યાએ બરફ જામી ગયો છે. શિમલા અને મનાલીમાં પણ હિમવર્ષા થઈ રહી છે. જોઈને જાણે એમ જ લાગે કે રસ્તા પર સફેદ ચાદર પાથરી દેવામાં આવી હોય. આવી સ્થિતિમાં રસ્તા પર વાહનો આગળ વધી શકતા નથી. રસ્તા પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે.