Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ઉત્તરાખંડમાં વરસાદને કારણે રસ્તા પર પથરાયો કાટમાળ, બદ્રીનાથ નેશનલ હાઈ-વે બંધ કરાયો

June 28, 2025

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. રુદ્ર પ્રયાગમાં દુર્ઘટનાનો શિકાર બનેલી બસનો કાટમાળ પણ મળી ગયો છે. આ તમામની વચ્ચે ચમોલી પોલીસે બદ્રીનાથ હાઈ-વે બંધ થવાની જાણકારી આપી છે. નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. પોલીસના જણાવ્યા અનુસાર નેશનલ હાઈ-વે ખોલવાનું કામ ચાલી રહ્યું છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં સતત વરસાદની આગાહી કરી છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનના ડિરેક્ટર વિક્રમ સિંહે માહિતી આપી હતી કે ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વરસાદ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહેશે. નૈનિતાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દહેરાદૂન, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ભૂસ્ખલનનો પણ ભય છે. આવી સ્થિતિમાં, ચારધામ યાત્રાળુઓને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. આ વખતે 21 જૂને ઉત્તરાખંડમાં સામાન્ય સમય કરતાં વહેલા ચોમાસુ આવી ગયું હતું. કુમાઉ થઈને રાજ્યમાં પ્રવેશેલું ચોમાસું હવે રાજ્યભરમાં ફેલાઈ ગયું છે. હરિદ્વારના કેટલાક વિસ્તારો સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે.\