દિલ્હી-NCRમાં ભૂકંપ, 4.6ની તીવ્રતા:નેપાળમાં કેન્દ્રબિંદુ, ત્યાં બે વાર ભૂકંપ આવ્યો

October 03, 2023

મુંબઈ   : મંગળવારે બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. તેનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે નેપાળમાં બે વખત ભૂકંપ આવ્યો છે. બપોરના 2.25 કલાકે પહેલો, જેની તીવ્રતા 4.6 હતી. બીજો આંચકો 2.53નો આવ્યો, જેની તીવ્રતા 6.2 હતી. ઉત્તર પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે.

હરિયાણામાં મંગળવારે એક દિવસમાં બીજી વખત ભૂકંપ આવ્યો. પાણીપત, રોહતક, જીંદ, રેવાડી અને ચંદીગઢ વગેરેમાં બપોરે 2.50 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આથી ગભરાટમાં લોકો ઘરની બહાર આવી ગયા. આજે વહેલી સવારે સોનીપતમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મંગળવારે સવારે 11.06 સેકન્ડે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સોનીપત હોવાનું કહેવાય છે. પૃથ્વીથી 8 કિલોમીટર નીચે હિલચાલ નોંધવામાં આવી છે.