ED અને CBI ભાજપના હથિયાર બની ગયા...' આપ સાંસદ પર દરોડા મામલે રાઉતે કેન્દ્ર સરકારને ઘેરી

October 04, 2023

આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહના ઘર પર દરોડા પાડ્યા હતા. EDની ટીમ સવારે લગભગ સાત વાગ્યે સાંસદના ઘરે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું ત્યારે હવે આ દરોડાને લઈને સંજય રાઉતે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ED અને CBI ભાજપનું હથિયાર બની ગઈ છે.  સંજય સિંહના ઘરે EDના દરોડા પર પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યુ હતું કે ભાજપ ED અને CBIના ઉપયોગથી રાજનીતિ કરીને 2024ની ચૂંટણી જીતવા માંગે છે. ભાજપ બધા વિપક્ષી નેતાને હેરાન કરવા માટે ED અને CBIનો ઉપયોગ કરી રહી છે. તેમણે પહેલા અભિષેક બેનર્જીને હેરાન કર્યા અને હવે તે સંજય સિંહને હેરાન કરી રહ્યા છે પરંતુ આનાથી કઈ જ હાંસલ કરી શક્શે નહીં. સંજય સિંહ એક સાંસદ છે અને નિડર પત્રકાર છે. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે અમારા પર દરોડા પાડવામાં આવે છે, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડમાં દરોડા પડે છે પણ ગુજરાત, મધ્યપ્રદેશ, આસામ કે અન્ય જગ્યાએ જ્યા ભાજપની સરકાર છે ત્યા કેમ દરોડા પડાતા નથી. જો જાણકારી જોઈતી હોય તો અમે તમને માહિતી આપીશું કે ક્યા કૌભાંડો કયાં થઈ રહ્યા છે. સંજય સિંહના ઘરે જેવી રીતે દરોડા પડ્યા છે તે એક રીતે મને લાગે છે કે સરમુખત્યારશાહી ટોચ પર છે.