Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

મૃત સાથી મિત્રનો સાથ છોડવા હાથીનો ઈનકાર, હૃદયદ્રાવક દૃશ્ય સર્જાયા

March 16, 2025

સોશિયલ મીડિયા પર રોજેરોજ જાતજાતના વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. એવો એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો, જેને જોઈને સંવેદનશીલ લોકો લાગણીશીલ થઈ ગયા હતા. વીડિયોમાં એક હાથી જમીન પર નિષ્પ્રાણ પડેલો દેખાય છે અને બીજો હાથી તેના સાથીના મૃત્યુનો શોક વ્યક્ત કરતો દેખાય છે. બે હાથીઓનો આ વીડિયો રશિયાનો છે અને સર્કસમાં 25 વર્ષ સુધી સાથે કામ કરનાર એ બે હાથીઓના નામ છે જેની અને મેગ્ડા. આ અઠવાડિયાની શરૂઆતમાં જેની અચાનક પડી ગઈ હતી અને મોતને ભેટી હતી. એના મૃત્યુથી મેગ્ડા વ્યથિત થઈ ગઈ હતી. વીડિયોમાં દેખાય છે કે મેગ્ડા તેની મિત્રને જગાડવા માટે તેને ધક્કા મારે છે. અનેક પ્રયાસો પછી પણ જ્યારે જેની પ્રતિભાવ નથી આપતી ત્યારે મેગ્ડાએ પોતાની સૂંઢ જેનીની ફરતે વીંટાળી દીધી હતી. મેગ્ડાને ત્યાંથી હટાવવાની કોશિશ કરાય છે, પણ મેગ્ડા જવા તૈયાર નથી થતી. અહેવાલો અનુસાર, મેગ્ડા કલાકો સુધી જેનીની પાસે રહી હતી, તેણે પશુચિકિત્સકોને પણ જેનીની નજીક આવતા અટકાવ્યા હતા. પોતાની મિત્ર પ્રત્યે મેગ્ડાનો લાગણીભર્યો વ્યવહારવાળો વીડિઓ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ લાગણીશીલ થઈ ગયા હતા. X પર એક યુઝરે લખ્યું હતું કે, યાદ છે? આ બંને એ જ હાથીઓ છે જેમની વચ્ચે 2021 માં કઝાનમાં જોરદાર લડાઈ થઈ હતી અને એ બંને સમાચારોમાં ચમક્યા હતાં. તેમની વચ્ચે લડાઈની બે ઘટનાઓ નોંધાયા પછી તેમને તે જ વર્ષે નિવૃત્ત કરવામાં આવ્યા હતાં.