સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી
April 15, 2026
બિહારના રાજકીય ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. સમ્રાટ ચૌધરીએ પટનાના લોકભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં બિહારના 24માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને તેમને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બિહારના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હોય.
સમ્રાટ ચૌધરીની સાથે JDU ક્વોટામાંથી વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આજના કાર્યક્રમમાં માત્ર આ ત્રણ નેતાઓના જ શપથ લેવામાં આવ્યા છે, શપથ સમારોહમાં હાજરી આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમ્રાટ ચૌધરી ભલે અલગ-અલગ પક્ષોમાંથી પસાર થઈને ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમને રાજકીય સફળતા અને નામના ભાજપમાં મળી. સમ્રાટ ચૌધરી પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં આવ્યા હતા. તેમણે સમતા પાર્ટીથી પોતાની સફર શરૂ કરી અને ત્યારબાદ RJDમાં જોડાયા. RJDમાં તેઓ મંત્રી બન્યા, RJDમાં રહ્યા બાદ, તેઓ 2014માં JDUમાં જોડાયા અને જીતન રામ માંઝીની સરકારમાં મંત્રી (શહેરી વિકાસ અને આવાસ વિભાગ) બન્યા.
વર્ષ 2018માં સમ્રાટ ચૌધરી ભાજપમાં જોડાયા અને આજે પ્રદેશ ભાજપમાં પ્રથમ હરોળના સ્થાન પર બિરાજમાન છે. 2019માં જ્યારે નિત્યાનંદ રાય પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે સમ્રાટ ચૌધરીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2020માં તેઓ ભાજપ તરફથી વિધાન પરિષદમાં પહોંચ્યા. ઑગસ્ટ 2022માં જ્યારે નીતિશ કુમારે ભાજપ સાથેનો છેડો ફાડીને RJD સાથે મહાગઠબંધન સરકાર બનાવી, ત્યારે સમ્રાટ ચૌધરીને ખરી રાજકીય ઓળખ મળી. તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બન્યા. વર્ષ 2023માં સમ્રાટ ચૌધરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ જ્યારે નીતિશ કુમારે ફરીથી NDAમાં વાપસી કરી, ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી. એટલું જ નહીં, 2025ની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના નિશાના પર સૌથી વધુ સમ્રાટ ચૌધરી રહ્યા હતા, જેનું પરિણામ એ આવ્યું કે NDAની વાપસી થતાં તેમને ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
બિજેન્દ્ર પ્રસાદ યાદવ સુપૌલ બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી અનેકવાર ચૂંટણી જીતી ચૂક્યા છે. બિજેન્દ્ર યાદવ નીતીશ કુમારની સરકારમાં ઘણી વખત મંત્રી રહી ચૂક્યા છે.
વિજય કુમાર ચૌધરી બિહારની રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય છે. તેઓ બિહારના સમસ્તીપુર જિલ્લાની સરાયરંજન વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ અહીંથી અનેકવાર જીત્યા છે અને બિહાર સરકારમાં અનેક મહત્વના વિભાગો સંભાળી ચૂક્યા છે.
Related Articles
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી...
Sep 28, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ...
Sep 28, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાન...
Sep 28, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026